Corona: સતત વધી રહેલા કેસને કારણે આ પાડોશી દેશમાં લૉકડાઉન, તમામ વસ્તુઓ રહેશે બંધ

બાંગ્લાદેશ સરકાર (Bangladesh Government) એ કોરોના વાયરસ (Corona virus) ના વધતા કેસને જોતા દેશભરમાં સોમવારથી એક સપ્તાહના લૉકડાઉનની જાહેરાત કરી છે. 

Corona: સતત વધી રહેલા કેસને કારણે આ પાડોશી દેશમાં લૉકડાઉન, તમામ વસ્તુઓ રહેશે બંધ

ઢાકાઃ બાંગ્લાદેશ સરકાર (Bangladesh Government) એ કોરોના વાયરસ (Corona virus) ના વધતા કેસને જોતા દેશભરમાં સોમવારથી એક સપ્તાહના લૉકડાઉનની જાહેરાત કરી છે. ઢાકા ટ્રિબ્યૂન અખબાર અનુસાર બાંગ્લાદેશના રોડ પરિવહન મંત્રી ઓબૈદુલ કાદિરે શનિવારે પત્રકારો સાથે વાતચીતમાં આ જાણકારી આપી છે. બાંગ્લાદેશમાં શુક્રવારે કોરોના વાયરસના  6,830 નવા કેસ સામે આવ્યા છે, જે એક દિવસમાં સૌથી વધુ આંકડો છે. 

દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 6 લાખ 24 હજાર 594 પહોંચી ગઈ છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે 24 કલાકમાં નવા 50 મોત થયા છે આ સાથે મૃત્યુ પામનારનો આંકડો 9155 થઈ ગયો છે. આ પહેલા બુધવારે કોરોનાના નવા 5358 નવા કેસ સામે આવ્યા હતા, જે પાછલા વર્ષે માર્ચમાં દેશમાં મહામારી બાદ સૌથી વધુ એક દિવસનો વધારો છે. 

સત્તામાં રહેલી અવામી લીગના મહાસચિવ કાદિરે કહ્યુ કે, કોરોના વાયરસનો પ્રચાર રોકવા માટે સરકારે સોમવારથી સાત દિવસનું લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે, કારણ કે દેશભરમાં મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પરંતુ આ આદેશ ઇમરજન્સી સેવાઓ પર લાગૂ થશે નહીં. 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લૉકડાઉન દરમિયાન ફેક્ટરીએ ચાલુ રહેશે અને શ્રમિક કોરોના ગાઇડલાઇનનું પાલન કરી શિફ્ટમાં કામ કરી શકે છે. રાજ્ય સરકારના લોક પ્રશાસન મંત્રી ફરહાદ હુસૈને ઢાકા ટ્રિબ્યૂનના હવાલાથી કહ્યુ, આ બંધ દરમિયાન કાર્યાલય અને કોર્ટ બંધ રહેશે, પરંતુ ઉદ્યોગ અને મિલો રોટેશન પર પોતાનું કામ જારી રાખશે. 

સોમવારે પ્રધાનમંત્રી કાર્યાલયે એક 18- સૂત્રીય નિર્દેશ જારી કર્યો, જેમાં સંક્રમણના ઉચ્ચ દર વાળા ક્ષેત્રોમાં તમામ જાહેર સમારહો પર પ્રતિબંધ સામેલ છે. તેમાં સામાજીક, રાજકીય અને ધાર્મિક તમામ પ્રકારના આયોજનોમાં સભાઓ સીમિત કરવાનું કહેવામાં આવ્યું છે. તો બસમાં પોતાની ક્ષમતા કરતા અડધા મુસાફરો ભરવાના રહેશે. તમામ લોકોએ કોરોનાના નિયમોનું પાલન કરવું પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news