Balochistan Liberation Army નો પાકિસ્તાનની સેના પર હુમલો, 100થી વધુ સૈનિકોના મોત, IG પણ માર્યા ગયા
બલુચિસ્તાન(Balochistan) માં બલૂચ લિબરેશન આર્મીના ફાઈટર્સે પાકિસ્તાનની સેના પર મોટો હુમલો કર્યો છે. જેમાં 100થી વધુ પાકિસ્તાની સૈનિકોના માર્યા જવાના ખબર છે.
Trending Photos
ઈસ્લામાબાદ: બલુચિસ્તાન(Balochistan) માં બલૂચ લિબરેશન આર્મીના ફાઈટર્સે પાકિસ્તાનની સેના પર મોટો હુમલો કર્યો છે. જેમાં 100થી વધુ પાકિસ્તાની સૈનિકોના માર્યા જવાના ખબર છે. કહેવાય છે કે બલૂચ લિબરેશન આર્મીના આ હુમલામાં ફ્રન્ટિયર કોરના આઈજી મેજર જનરલ અયમાન બિલાલ સફદરનું પણ મોત થયું છે.
એક સાથે બે મોરચા પર પછડાટ
અત્યારે પણ પાકિસ્તાની સેના અને બલૂચ લિબરેશન આર્મી વચ્ચે ભીષણ લડાઈ ચાલુ છે. એક સાથે બે મોરચા પર થયેલા હુમલાથી પાકિસ્તાનના સૈનિકોને સાવચેતીની તક મળી નહીં અને તેમણે પોતાના સૈનિકોના જાનમાલનું ભારે નુકસાન વેઠવું પડ્યું છે. પાકિસ્તાનના આ ભાગમાં ગૃહ યુદ્ધ જેવા હાલાત છે. બલૂચ લિબરેશન આર્મીએ નોશ્કી અને પંજુગુરમાં એવા હુમલા કર્યા કે જાણે પાકિસ્તાનની સેનાની તે ટુકડીઓની તો કમર જ તૂટી ગઈ.
બલૂચ મૂળના લોકોની માગણી
નોંધનીય છે કે કુદરતી સૌંદર્ય અને પ્રાકૃતિક સંપત્તિથી ભરપૂર આ વિસ્તાર પર પાકિસ્તાનનો કબજો છે. બલૂચ લોકો લાંબા સમયથી પોતાની આઝાદીની માગણી કરી રહ્યા છે. દુનિયાના અલગ અલગ ફોરમ પર તેઓ પોતાનો સતત અવાજ ઉઠાવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે