Baba Vanga Ki Bhavishyavani 2023: ભૂકંપથી લઈને સૌર તોફાન સુધી, વર્ષ 2023 માટે સાચી પડી રહી છે બાબા વેંગાની ભવિષ્યવાણી
Baba Vanga Prediction 2023, Will the solar storm wreak havoc on Earth?: જો 2023ને લઈને બાબા વેંગાની ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ તો આપણી પૃથ્વી પર જલદી તબાડીનો તાંડવ મચી શકે છે. તમને જણાવી દઈએ કે બાબા વેંગા પોતાની ભવિષ્યવાણી માટે જાણીતા છે. અત્યાર સુધી તેમની ઘણી આગાહીઓ સાચી પડી ચુકી છે.
Trending Photos
નવી દિલ્હીઃ Baba Vanga Prediction 2023, Will the solar storm wreak havoc on Earth?: વિશ્વના પ્રસિદ્ધ ભવિષ્યદાતામાંથી એક બલ્ગેરિયાના બાબા વેંગાની 2023ની ભવિષ્યવાણીએ હવે લોકોને ડરાવવાનું શરૂ કરી દીધું છે. તેમણે 2023 માટે દેશ અને દુનિયા વિશે જે ભવિષ્યવાણીઓ કરી છે તેમાંથી એકની સ્પષ્ટ અસર દેખાઈ રહી છે. આ આગાહીના ખુલાસાથી જ્યાં ખગોળશાસ્ત્રીઓ સાવધાન થઈ ગયા છે, ત્યાં હવે તે સામાન્ય લોકોને પણ ડરાવે છે. બાબા વેંગા ભવિષ્યવાણી 2023 અનુસાર, વૈજ્ઞાનિકોએ વર્ષ 2023 (Baba Vanga Prediction 2023) માં સૌર સુનામીની આગાહીને પણ સ્વીકારી છે. સૂર્ય 11 વર્ષના સૌર ચક્રમાંથી પસાર થઈ રહ્યો છે. આ દરમિયાન વૈજ્ઞાનિકોએ જોયું કે સૂર્યમાં પૃથ્વી કરતાં 20 ગણા મોટા છિદ્રો છે, જેની અસર પૃથ્વી પર જોવા મળી શકે છે. જો કે આ અંગે અત્યારે કંઈપણ કહેવું વહેલું ગણાશે. પરંતુ જો આ સૌર તોફાન પૃથ્વી પર પહોંચશે તો ઈન્ટરનેટ, મોબાઈલ, કોમ્પ્યુટર જેવી સિસ્ટમો થંભી જશે.
જો 2023ને લઈને બાબા વેંગા (Baba Vanga Prediction 2023) ની ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ તો આપણી પૃથ્વી પર જલદી તબાહી જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે બુલ્ગારિયાના દ્રષ્ટિહીન બાબા વેંગાને બાલ્કન ક્ષેત્રના નાસ્ત્રેદમસ પણ કહેવામાં આવે છે. 12 વર્ષની ઉંમરમાં બાબા વેંગાની આંખની રોશની જતી રહી હતી.
બાબા વેંગા અનુસાર 2023માં સૂર્યની આ સ્થિતિ રહેશે
બાબા વેંગાના જણાવ્યા અનુસાર, વર્ષ 2023 માં, સૂર્યમાં સૌર તોફાન તેની ટોચ પર હશે. વિનાશક સૌર તોફાન 2023 ની આગાહી બાબા વેંગાની સૌથી ચિંતાજનક અને ભયાનક આગાહીઓમાંની એક છે. બાબા વેંગાના જણાવ્યા અનુસાર, 2023માં સૌર વાવાઝોડું મોટો વિનાશ સર્જી શકે છે. આ દરમિયાન સૂર્યમાંથી નીકળતી ઊર્જાના વિસ્ફોટથી નીકળતા ખતરનાક કિરણો પૃથ્વી પર પડશે. આ રેડિયેશન અબજો પરમાણુ બોમ્બ જેટલા વિનાશક હોઈ શકે છે.
અહીં જાણો કેટલા ટકા ભવિષ્યવાણી સાચી પડી
વૈજ્ઞાનિકોના મતે આપણો સૂર્ય તેના 11 વર્ષના સૌર ચક્રમાંથી પસાર થઈ રહ્યો છે અને તે હજુ પણ ખૂબ જ સક્રિય તબક્કામાં છે. વૈજ્ઞાનિકોએ સૂર્યમાં એક 'છિદ્ર' શોધી કાઢ્યું છે, જે પૃથ્વી કરતાં 20 ગણું મોટું છે. વિજ્ઞાનમાં તેને 'કોરોનલ હોલ' કહે છે. 'કોરોનલ હોલ' એ એક બ્લેક સ્પોટ છે, જે સૂર્યના સૌથી બહારના ગોળા 'કોરોના'માં છિદ્ર તરીકે દેખાય છે. રસપ્રદ અને આશ્ચર્યજનક વાત એ છે કે એક અઠવાડિયામાં વૈજ્ઞાનિકોએ સૂર્યમાં બીજું 'કોરોનલ હોલ' જોયું છે. તેની અસરને કારણે શુક્રવારે 29 લાખ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સૌર પવન પૃથ્વી તરફ આવશે.
અહીં જાણો શું હોય છે સૌર હવાઓ?
નાસા અનુસાર સોલર વિંડ કે સૌર હવાઓ સૂર્યથી નિકળીને દરેક દિશામાં વહે છે. આ સૂર્યના મૈગ્નેટિક ફીલ્ડને અંતરિક્ષ સુધી લઈ જવામાં સહાયક હોય છે. આ હવાઓ પૃથ્વી પર ચાલનારી હવાઓની તુલનામાં ઓછી ગાઢ હોય છે, પરંતુ તેની ગતિ વધુ હોય છે. તે પણ સમજી શકાય છે કે સૌર પવન 2 મિલિયન કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે વહે છે. તેઓ ઇલેક્ટ્રોન અને આયનાઇઝ્ડ અણુઓથી બનેલા છે જે સૂર્યના ચુંબકીય ક્ષેત્ર સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે. જે સીમા સુધી સૌર પવન વહે છે તે 'હેલિયોસ્ફિયર' બનાવે છે. આ સૂર્યનો સૌથી પ્રભાવશાળી વિસ્તાર છે.
બાબા વેંગાની ભવિષ્યવાણીઓ સતત સાચી પડી રહી છે
ભૂતકાળમાં, તુર્કિયે અને સીરિયામાં ભૂકંપના કારણે ભારે તબાહી થઈ હતી. વૈજ્ઞાનિકોએ હવે દાવો કર્યો છે કે તેમના સંશોધન દર્શાવે છે કે સમાન વિનાશકારી ભૂકંપ એશિયામાં ભારે તબાહી મચાવી શકે છે. આ સાથે જ બાબા વેંગાએ પણ ભારત વિશે મોટી ભવિષ્યવાણી કરી હતી. આમાંની ઘણી આગાહીઓ અત્યાર સુધી સાચી પડી છે. તેમણે વર્ષ 2023 માટે ભારત વિશે ભવિષ્યવાણી કરી હતી, જો આવું થયું તો 2023 ભારત માટે વિનાશ લાવી શકે છે.
ભારત વિશે બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી
તુર્કી અને સીરિયાની આસપાસના વિસ્તારોમાં ભૂકંપ આવવાની ડચ સંશોધક ફ્રેન્ક હૂગરબીટ્સની આગાહી પણ સાચી સાબિત થઈ. બાબા વેંગાએ પણ કુદરતી આફતોની આગાહી કરી હતી. બાબા વેંગાના જણાવ્યા અનુસાર, વર્ષ 2023માં ઘણી ભયાનક કુદરતી આફતોના કારણે ભારત સહિત વિશ્વના ઘણા દેશોની હાલત ખરાબ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે