તૈમૂર-મિશાને ભૂલી જાઓ, દુનિયાભરમાં લોકપ્રિય થઈ રહેલી આ બાળકી વિશે જાણો

આ ચાર મહિનાની બાળકી બધાને ટક્કર આપીને દુનિયાભરમાં લોકોની ફેવરિટ બની રહી છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહી છે. જો કે તેની સાથે એક ખુબ જ ભાવુક કરી નાખે તેવી કહાની પણ જોડાયેલી છે.

તૈમૂર-મિશાને ભૂલી જાઓ, દુનિયાભરમાં લોકપ્રિય થઈ રહેલી આ બાળકી વિશે જાણો

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરનો પુત્ર તૈમુર અને શાહિદ કપૂરની પુત્રી મિશા સોશિયલ મીડિયામાં ખુબ લોકપ્રિય છે. આ બંને બાળકો તેમના સેલિબ્રિટી પેરેન્ટ્સ જેટલા જ મશહૂર છે. પરંતુ આ ચાર મહિનાની બાળકી બધાને ટક્કર આપીને દુનિયાભરમાં લોકોની ફેવરિટ બની રહી છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહી છે. જો કે તેની સાથે એક ખુબ જ ભાવુક કરી નાખે તેવી કહાની પણ જોડાયેલી છે.

પુત્રીને જોયા પહેલા જ પિતા થઈ ગયા શહીદ
અમેરિકાના કેરોલિનામાં રહેતી બ્રિટ હેરિસ જ્યારે માતા બની ત્યારે તેની ખુશીનો પાર નહતો. પરંતુ એક દુ:ખ તેના પર ભારે પડી રહ્યું હતું અને તે એ કે કાશ..બાળકીનો પિતા પોતાની આ નાનકડી પરી ક્રિશ્ચન મિશેલ હેરિસને જોઈ શકત. હકીકતમાં બ્રિટ હેરિસનો પતિ ક્રિસ્ટોફર હેરિસ અમેરિકાની સેનામાં કાર્યરત હતો. તેની પોસ્ટિંગ અફઘાનિસ્તાનમાં હતી. ગત વર્ષ ઓગસ્ટમાં બ્રિટે તેને પોતે ગર્ભવતી હોવાની માહિતી આપી હતી. ક્રિસ્ટોફર  ખુબ જ ખુશ હતો અને તેણે તેના બધા સાથીઓને જણાવ્યું હતું કે તે પિતા બનવાનો છે. પરંતુ આ ખુશખબરના એક અઠવાડિયા બાદ જ તે એક વિસ્ફોટમાં માર્યો ગયો.

સૈનિક પતિના સાથીઓ બન્યા સહારો
બ્રિટે મીડિયાને જણાવ્યું કે પતિને ખોયા બાદ તે તૂટી ચૂકી હતી. પરંતુ તેના ગર્ભમાં ઉછરી રહેલા બાળક ખાતર તેણે પોતાની જાતને સંભાળી. તેને અફઘાનિસ્તાનમાં ક્રિસ્ટોફર સાથે ડ્યૂટી કરનારા સાથીઓનો પણ સપોર્ટ મળ્યો. પુત્રીના જન્મ બાદ બ્રિટ ઈચ્છતી હતી કે બાળકીને ક્રિસ્ટોફરના સાથીઓ મળે. તેણે એક ખાસ ફોટોશૂટ પ્લાન કર્યું અને બધાને તેમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું.

સાથી શહીદની પુત્રીને મળવા માટે બધા ઉત્સાહિત હતાં. ક્રિશ્ચનને મળ્યા બાદ બધાએ તેને પોતાની ગોદમાં ઉઠાવી લીધી. આ ભાવુક પળની તસવીરો બ્રિટે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી. જે જોત જોતામાં વાઈરલ થઈ ગઈ. આ બાળકીને દુનિયાભરનો પ્રેમ મળી રહ્યો છે. લોકો ક્રિસ્ટોફર હેરિસની શહાદતને સલામ કરી રહ્યાં છે. બ્રિટનું કહેવું છે કે તે આ ઈમોશનલ પળોને ક્યારેય ભૂલી શકશે નહીં. તે કોશિશ કરશે કે તે આ સમગ્ર ટીમને ક્રિશ્ચન સાથે જોડી રાખે જેથી કરીને તે મોટી થાય ત્યારે જાણી શકે કે તેના પિતા કેટલા બહાદુર વ્યક્તિ હતાં.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news