Franceમાં ઇસ્લામિક કટ્ટરવાદ ને રોકવા માટે બિલ રજૂ, હવે મસ્જિદોમાં નહી થઈ શકે અભ્યાસ
ઇસ્લામિક કટ્ટરવાદ પર લગામ લગાવવા માટે ફ્રાન્સ (France)એ વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. ઇમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron) સરકાર બુધવારના એક નવું બિલ લઇને આવી છે, જેના અંતર્ગત ત્રણ વર્ષની ઉંમરથી જ બાળકોને સ્કૂલ મોકલવા ફરજિયાત રહેશે
Trending Photos
પેરિસ: ઇસ્લામિક કટ્ટરવાદ પર લગામ લગાવવા માટે ફ્રાન્સ (France)એ વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. ઇમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron) સરકાર બુધવારના એક નવું બિલ લઇને આવી છે, જેના અંતર્ગત ત્રણ વર્ષની ઉંમરથી જ બાળકોને સ્કૂલ મોકલવા ફરજિયાત રહેશે. સરકારનો પ્રયત્ન એવી ગેરકાયદેસર શાળાઓ પર પ્રતિબંધ લગાવવાનો છે, જ્યાં કોઈ ખાસ એજન્ડા પર અભ્યાસ કરવામાં આવે છે. ફ્રાન્સમાં રહેતા તમામ ધર્મોના લોકો માટે ત્રણ વર્ષના બાળકોને સ્કૂલ મોકલવા ફરજિયાત રહેશે. બાળકોને હોમ-સ્કૂલિંગની મંજૂરી માત્ર ખાસ પરિસ્થિતિઓમાં જ આપવામાં આવશે.
મુસ્લિમ દેશોના નિશાના પર છે Macron
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron)નું કહેવું છે કે આ બિલ રાષ્ટ્રને નબળા બનાવી રહ્યા છે તેવા અલગાવવાદીઓને જડમૂળથી ખતમ કરવા માટે અસરકારક રહેશે અને બાળકોને શરૂઆતથી જ યોગ્ય શિક્ષણ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે પેરિસની ઘટના બાદથી મેક્રોન ઇસ્લામિક આતંકવાદ સામે કડક પગલા લઈ રહ્યા છે. જેના કારણે તુર્કી અને પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશોએ તેમની સામે મોરચો ખોલ્યો છે.
હવે નહીં થાય અલગ-અલગ Pools
સૂચિત કાયદો Supporting Republican Principles દ્વારા બાળકોને ઘરે અથવા મસ્જિદોમાં અભ્યાસ કરતા અટકાવશે. રાષ્ટ્રપતિનું માનવું છે કે આ ફ્રાંસના મૂલ્યો સામેની વિચારધારાને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નોને સમાપ્ત કરવામાં મદદ કરશે. આ બિલમાં મહિલાઓ અને પુરુષો માટે અલગ સ્વિમિંગ પુલો નાબૂદ કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Judgeને હશે આ અધિકાર
બિલમાં કહેવામાં આવ્યું છે કે મસ્જિદોને પૂજા સ્થાનો તરીકે નોંધવામાં આવશે જેથી તેઓની વધુ સારી ઓળખ થઈ શકે. આ ઉપરાંત, ન્યાયાધીશને આતંકવાદ, ભેદભાવ, નફરત અથવા હિંસાના દોષિત વ્યક્તિને મસ્જિદની મુલાકાત લેતા અટકાવવાનો અધિકાર હશે. વિધેયકમાં વિદેશી ભંડોળ પર નજર રાખવા માટેની જોગવાઈ પણ કરવામાં આવી છે. કાયદો અમલમાં આવ્યા બાદ 10 હજાર યુરોથી વધુના વિદેશી ભંડોળની સંપૂર્ણ માહિતી આપવી પડશે.
Virginity Certificate આપ્યું તો થશે જેલ
દબાણયુક્ત લગ્ન બંધ કરવા સૂચિત કાયદામાં પણ જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે આવા ડોકટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જે મહિલાઓને Virgin હોવાનું પ્રમાણપત્ર આપે છે. જો દોષી સાબિત થાય તો ડોક્ટરને એક વર્ષની કેદ પણ કરી શકાય છે. જોકે બિલમાં ઇસ્લામ અથવા મુસ્લિમોનો સીધો ઉલ્લેખ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે પેરિસની ઘટના બાદ મુસ્લિમોને ધ્યાનમાં રાખીને આ બિલ તૈયાર કરવામાં આવ્યું છે. ફ્રાન્સના આ પગલાથી મુસ્લિમ દેશોમાં બળતરા થવાની લગભગ ખાતરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે