જેફ બેઝોસની સફળ સ્પેસ યાત્રામાં ભારતીય મહિલાનું મહત્વનું યોગદાન, જાણો કોણ છે?

મહારાષ્ટ્રની સંજલ ગાવન્ડે બ્લૂ ઓરિજિનમાં તે એન્જિનિયરની ટીમનો ભાગ છે. જેણે ન્યૂ શેફર્ડ સ્પેસ રોકેટ બનાવ્યું છે. જેની મદદથી કંપનીના ફાઉન્ડર જેફ બેઝોસે સ્પેસની સફર પૂરી ઈતિહાસ રચ્યો.

જેફ બેઝોસની સફળ સ્પેસ યાત્રામાં ભારતીય મહિલાનું મહત્વનું યોગદાન, જાણો કોણ છે?

મુંબઈ: મહારાષ્ટ્રની એક 30 વર્ષની મહિલા બ્લૂ ઓરિજિનના સબઓર્બિટલ સ્પેસ રોકેટ ન્યૂ શેફર્ડનું નિર્માણ કરનારા એન્જિનિયરની ટીમનો ભાગ છે. જે 20 જુલાઈએ બ્લૂ ઓરિજિનના સંસ્થાપક જેફ બેઝોસ અને અન્ય ત્રણ લોકો અંતરિક્ષમાં સફળતાપૂર્વક ઉડાન ભરીને ધરતી પર પાછા આવ્યા. સ્પેસફ્લાઈટ સર્વિસિઝ કંપનીમાં એક સિસ્ટમ એન્જિનિયર સંજલ ગવાન્ડેનો જન્મ મહારાષ્ટ્રના કલ્યાણમાં થયો હતો. બાળપણથી તે એક સ્પેસશીપ બનાવવાનું સપનું જોતી હતી.

કોણ છે સંજલ ગવાન્ડે:
સંજલ ગવાન્ડેએ ખાનગી સમાચાર પત્ર સાથે વાત કરતાં જણાવ્યું કે હું બહુ ખુશ છું કે મારા બાળપણનું સપનું સાચું થયું. મને ટીમ બ્લૂ ઓરિજિનનો ભાગ હોવા પર ગર્વ છે. સંજલ ગવાન્ડે કલ્યાણ-ડોંબિવલી નગર નિગમના એક રિટાયર્ડ કર્મચારી અશોક ગવાન્ડે અને એમટીએનએલની એર રિટાયર્ડ કર્મચારી સુરેખાન પુત્રી છે. રિપોર્ટ પ્રમાણે માતા-પિતાનું કહેવું છે કે તેમની પુત્રીને બાળપણથી જ અંતરિક્ષમાં દિલચશ્પી હતી.

મુંબઈ યૂનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ:
મુંબઈ યૂનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યા પછી સંજલ ગવાન્ડે મિશિગન ટેકનોલોજિકલ યૂનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કરવા માટે અમેરિકા પહોંચી. પિતા અશોક ગવાન્ડાએ કહ્યું કે વિસ્કોન્સિનમાં માસ્ટર્સ પૂરું કર્યા પછી તેણે મર્કરી મરીન સાથે કામ કર્યું. પછી તે કેલિફોર્નિયાની ઓરેન્જ સિટીમાં ટોયોટા રેસિંગ ડેવલપમેન્ટની સાથે કામ કરવાનું શરૂ કર્યું.

પહેલા નાસામાં કર્યું હતું એપ્લાય:
સંજલની માતાએ જણાવ્યું કે 2016માં પાઈલટનું લાયસન્સ મળ્યા પછી સંજલે નાસામાં નોકરી માટે એપ્લાય કર્યું. પરંતુ નાગરિકતાના કારણે તેની પસંદગી થઈ શકી નહીં. તેના પછી તેણે બ્લૂ ઓરિજિનમાં નોકરી માટે એપ્લાય કર્યું. જ્યાં તેનું સિલેક્શન સિસ્ટમ એન્જિનિયર તરીકે થઈ ગયું. સંજલની માતાએ વધુમાં જણાવ્યું કે લોકોએ અમને પૂછ્યું કે તે એક દીકરી છે. તો તેણે મિકેનિકલ એન્જિનિયરિંગનો વિકલ્પ કેમ પસંદ કર્યો? મેં પણ અનેક વખત વિચાર કર્યો કે શું તે આટલી મહેનત કરી શકશે? પરંતુ તેણે અમને બધાને ગૌરવાન્વિત કર્યા છે. સંજલનું સપનું એરોસ્પેસ રોકેટ ડિઝાઈન કરવાનું હતું અને આખરે તેણે આ સિદ્ધિ હાંસલ કરી લીધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news