Coronavirus ને દૂર કરશે આ મલમ! તૈયાર કરનાર દવા કંપનીએ કર્યો મોટો દાવો

આ દરમિયાન અમેરિકા (America) ની એક દવા કંપની (pharmaceutical company) એ એક એવો મલમ (Ointment) તૈયાર કરવાનો દાવો કર્યો છે જેને લગાવવાથી કોરોના વાયરસ (Coronavirus)  સંક્રમણને સમાપ્ત કરી શકાય છે. 

Coronavirus ને દૂર કરશે આ મલમ! તૈયાર કરનાર દવા કંપનીએ કર્યો મોટો દાવો

વોશિંગ્ટન: વૈશ્વિક મહામારી કોરોના વાયરસ (Coronavirus)એ આખા વિશ્વ (World)ને હચમચાવી દીધું  છે. લોકો રાહ જોઇ રહ્યા છે કોરોના વાયરસને ખતમ કરનાર વેક્સીન (Vaccine) અને દવાઓનું. આ દરમિયાન અમેરિકા (America) ની એક દવા કંપની (pharmaceutical company) એ એક એવો મલમ (Ointment) તૈયાર કરવાનો દાવો કર્યો છે જેને લગાવવાથી કોરોના વાયરસ (Coronavirus)  સંક્રમણને સમાપ્ત કરી શકાય છે. 

આ મલમ પ્રોજેટ (Ointment pROJECT) સાથે જોડાયેલા એક વૈજ્ઞાનિકે કહ્યું કે એફડીએ રજિસ્ટર્ડ (FDA Registered) 'નોન પ્રિસ્ક્રિપ્શન ઓવર ધ કાઉન્ટર’ (OTC) મલમને કોરોના વાયરસ સહિત અન્ય વિષાણુ સંક્રમણો (Viral infections)થી બચાવ કરવા, ઉપચાર કરવા અને તેમને સમાપ્ત કરવાની ક્ષમત સાબિત કરી છે. 

કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે 'પ્રયોગશાળા પાસેથી પ્રાપ્ત રિપોર્ટે બતાવ્યું કે ટી3એસ (T3x) ઉપચાર બાદ સંક્રમણ ફેલાવનાર કોઇ વિષાણું મળી આવ્યા નથી. 

એડવાન્સ્ડ પેનિટ્રેશ ટેક્નોલોજી (Advanced penetration technology) ના સંસ્થાપ્કા ડો બ્રાયન હ્યૂબર (Dr. Brian Huber)એ કહ્યું કે 'અમને આશા છે કે આ મહત્વપૂર્ણ શોધ સાબિત થશે જે નાક દ્વારા કોરોના વાયરસની અંદર જવાની આશંકાને ઓછી કરશે.'

કંપનીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લંડન (London) સ્થિત અનુસંધાન પ્રયોગશાળા (Research Laboratory), વાયરોલોજી રિસર્ચ સર્વિસિઝ લિમિટેડ (Virology Research Services Limited) એ કોરોના વાયરસ (Nl 63) અને ઇંફ્લુએંજા એ'  (Influenza 'A') વાયરસ પર દવાના એન્ટીવાયરલ (Antiviral) પ્રભાવનું મૂલ્યાંકન કર્યું અને જાણવા મળ્યું કે કોરોના વાયરસ (Corona virus) સામે લડવામાં ખૂબ કારગર સાબિત થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news