તાલિબાનને મોટું કરનાર અમેરિકા કેમ તાલિબાનો સામે મેદાન-એ-જંગમાં ઉતર્યું? જાણો રોચક કહાની

એક સમયે અફઘાનિસ્તાનમાં અમેરિકાએ તાલિબાનને કર્યું હતું મોટું, તો પછી કેમ 20 વર્ષ માટે અમેરિકાએ તાલિબાન સામે લડી જંગ? આ સવાલનો જવાબ પણ જાણવાની જરૂર છે. દુનિયામાં અત્યારસુધીનો સૌથી મોટો આતંકી હુમલો ઓસામા બિન લાદેને અમેરિકા પર કર્યો હતો. લાદેને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરી અમેરિકાને પોતાની તાકતનો પરચો બતાવ્યો હતો. તો પછી અમેરિકાએ કેમ આ હુમલા બાદ અફઘાનિસ્તાનમાં 20 વર્ષ માટે પોતાની સેના મોકલી.

તાલિબાનને મોટું કરનાર અમેરિકા કેમ તાલિબાનો સામે મેદાન-એ-જંગમાં ઉતર્યું? જાણો રોચક કહાની

ઝી બ્યૂરો, અમદાવાદઃ દુનિયામાં અત્યારસુધીનો સૌથી મોટો આતંકી હુમલો ઓસામા બિન લાદેને અમેરિકા પર કર્યો હતો. લાદેને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરી અમેરિકાને પોતાની તાકતનો પરચો બતાવ્યો હતો. તો પછી અમેરિકાએ કેમ આ હુમલા બાદ અફઘાનિસ્તાનમાં 20 વર્ષ માટે પોતાની સેના મોકલી. અમેરિકા પર 2001માં ઓસામા બિન લાદેને સૌથી મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં 3000 જેટલા લોકોના મૃત્યુ થયા હતા. આ હુમલો કર્યો હતો અલ કાયદાના ચીફ ઓસામા બિન લાદેને. ઓસામા બિન લાદેન આ પહેલાં પણ અમેરિકીઓ પર હુમલો કરી ચુક્યો હતો. પણ તે હુમલા અમેરિકાની ધરતી પણ નહોતા કર્યા. પરંતુ, 11 સપ્ટેમ્બર 2001ના રોજ માત્ર એક નહીં પણ બે હુમલાથી ઓસામાએ અમેરિકાની સત્તાને ચોંકાવી દિધી હતી. તો કેવી રીતે આ હુમલો ઓસામાએ કર્યો. અને જો હુમલો ઓસામાએ કર્યો તો અફઘાનિસ્તાનમાં અમેરિકાએ કેમ જંગ છેડી. જાણવા જેવી છે આ સમગ્ર રોચક કહાની.

No description available.

પ્લાન અમેરિકાઃ
1998, અફઘાનિસ્તાનના એક ગુપ્ત બંકરમાં શિયાળાની રાત હતી. ત્યાં બેઠો એક શખ્સ કોઈની રાહ જોઈ રહ્યો હતો. આ શખ્સના દિમાગમાં કઈ ચાલી રહ્યું હતું. તે કઈ એવું કરવા માંગતો હતો કે જેનાથી સમગ્ર દુનિયામાં હાહાકાર મચી જાય. તે શખ્સની રાહનો અંત આવ્યો. અને તેને મળવા પહોંચ્યા ખાલિદ શેખ મોહમ્મદ અને મોહમ્મદ આતિફ. ખાલિદ શેખે 1996માં સૂડાનમાં અમેરિકી દૂતાવાસ પર હુમલો કર્યો હતો. જ્યારે, મોહમ્મદ આતિફ આતંકીઓનો રિક્રૂટર હતો. તે ઈસ્લામિક દેશોમાંથી શોધી શોધીને ખૂંખાર છોકરાઓને ભેગા કરતો હતો અને તે લોકોને આતંકવાદી બનાવતો હતો. તો આવા બે ખોફનાક આંતકીઓની રાહ જોનાર કોઈ બીજુ નહિં પણ આતંકી સંગઠન અલ કાયદાનો ચીફ ઓસામા બિન લાદેન હતો. ઓસામા આ બંને શખ્સો સાથે અગાઉ પણ અમેરિકી સરકારને ચુનોતી આપી ચુક્યો હતો. પણ તે અમેરિકી ધરતી પર નહી પણ વિદેશની ધરતી પરની ઘટના હતી. 7 ઓગસ્ટ 1998માં તંઝાનિયા અને કેન્યાના અમેરિકી દૂતાવાસ પર ઓસામાએ હુમલો કરી 300થી વધારે લોકોને મોતના ઘાટ ઉતર્યા હતા. પણ હવે ઓસામાએ ખાલિદ શેખ મોહમ્મદ અને મોહમ્મદ આતિફ સાથે મળીને એવો પ્લાન બનાવ્યો હતો કે સમગ્ર દુનિયા તેની તાકાતનો પરચો જોઈ શકે.

પ્લાન તૈયાર, મોતના ખેલાડીઓની શોધઃ
1999, અમેરિકા પર હુમલાનો પ્લાન તૈયાર હતો, ઓસામાએ સમગ્ર પ્લાના માટે લીલી ઝંડી આપી હતી. શરૂઆતમાં ખાલિદ શેખ મોહમ્મદ અને મોહમ્મદ આતિફે ફિદાઈન શોધવાની શરૂઆત કરી. જેની શોધમાં તેમને ખાલિદ-અલ-મિહધર અને નવાફ-અલ-હાજમી મળ્યા હતા. આ બંને જેહાદીઓમાં ખૂબ જ પ્રચલિત હતા. અને બંને ગુરિલ્લા યુદ્ધના અનુભવી હતા. ખાલિદ શેખ મોહમ્મદ અને મોહમ્મદ આતિફ અન્ય ફિદાઈનોને શોધવાની જિમ્મેદારી ખાલિદ-અલ-મિહધર અને નવાફ-અલ-હાજમીને આપી હતી. અને આ જિમ્મેદારની નિભાવતા બંનેન બીજા 4ને તૈયાર કર્યા. 1999ના એપ્રિલમાં બંનેને અમેરિકાના વિઝા પણ મળી ગયા હતા. આ સમગ્ર તૈયારી થઈ રહી હતી અમેરિકાના મિત્ર દેશ અફઘાનિસ્તાનમાં. અમેરિકાના કારણે જ તાલિબોનું જુથ અફઘાનિસ્તાનમાં પાવરમાં આવ્યું હતું. 2000, ખાલિદ-અલ-મિહધર અને નવાફ-અલ-હાજમીએ બીજા 13 ફિદાઈનોને તૈયાર કર્યા હતા. હવે કુલ 19 ફિદાઈન અમેરિકા પર હુમલો કરવા તૈયાર હતા. હવે આમાંથી 6 ફિદાઈનોને વિમાન ચલાવવાની ટ્રેનિંગ આપવાની હતી. જેની ગોઠવણ પણ ઓસામાએ કરી લીધી હતી. જે દેશમાં હુમલો કરવાનો હતો તે જ દેશની ધરતી પર આ 6 ફિદાઈનોને વિમાન ઉડાડવાની ટ્રેનિંગ લેવાની હતી.

અમેરિકાની ધરતી પર હુમલાની તૈયારીઃ
હવે પ્લાન પોતાના અંતિમ ચરણમાં હતો અને ખાલિદ-અલ-મિહધર અને નવાફ-અલ-હાજમી બંને સૌથી પહેલાં વર્ષ 2000માં અમેરિકાના સૈન ડિયાગો પહોંચ્યા હતા. જ્યાં તેમણે લોકલ ફ્લાઈંગ કલ્બમાં વિમાન ઉડાડવાની ટ્રેનિંગ લેવાની શરૂ કરી. મહિના બાદ મોહમ્મદ, મરવાન-અલ-શેહી અને જિયાદ જર્રાહ અમેરિકાના બીજા શહેર ફ્લોરિડા પહોંચ્યા અને તે ત્રણ પણ ત્યાં વિમાન ઉડાડવાની ટ્રેનિંગ લેવા લાગ્યા હતા. ડિસેમ્બર 2000માં છઠ્ઠો ફિદાઈન હાની હંજૌર અમેરિકાના સૈન ડિયાગો પહોંચી તે પણ ટ્રેનિંગ લીધી હતી. 2001, અન્ય 13 ફિદાઈન હવે અલગ-અલગ કરીને અમેરિકા પહોંચ્યા હતા. હવે પ્લાનના સૌથી મુશ્કેલ સમયની શરૂઆત થઈ હતી. આ પ્લાન મુજબ અમેરિકી પ્લેનને જ હાઈજેક કરી અમેરિકા પર પાડવાનું હતું. અને અંતે તે દિવસ આવી જ ગયો જ્યારે, ઓસામાનો બદલાનો દિવસ આવી ગયો હતો.

આવ્યો કાળો દિવસઃ
11 સપ્ટેમ્બર 2001, અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ 11નું વિમાન બોસ્ટન એરપોર્ટ પર લોસ એન્જલિસ જવા માટે ઉડાન ભરવાની તૈયારીમાં હતું. આ વિમાનમાં 19માંથી 5 હાઈજેકર્સ સવાર હતા. વિમાન આ પાંચ સિવાય બીજા 92 મુસાફરો હતા. સવારે 7:59એ પ્લેન ઉડાન ભરે છે અને 8:14 વાગ્યે આ પાંચ લોકો પ્લેનને હાઈજેક કરી લે છે. બીજી તરફ બોસ્ટનના લોગન એરપોર્ટ પર યૂનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટ 175નું વિમાન મૈસેચુસેટ્સના રસ્તે લોસ એન્જલિસ જવા તૈયાર હતું. આ વિમાનમાં પણ 5 હાઈજેકર્સ તૈયાર હતા અને પ્લેનમાં સવાર હતા 65 મુસાફર. સવારે 8:14 વાગ્યે પ્લેન ઉડાન ભરે છે અને 8:46 વાગ્યે આ પ્લેન હાઈજેક કરી લેવાઈ છે. ત્રીજુ વિમાન ડ્યુલેસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે 7:40 વાગ્યે ઉડવા માટે તૈયાર હતું. અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ 77ના વિમાનમાં 5 હાઈજેકર્સ હતા અને 64 મુસાફર સવાર હતા. આ ફ્લાઈટ સવારે 8:54એ હાઈજેક થઈ. જ્યારે, નીવાર્ક ઈન્ટરનેશનલ એરપોર્ટ પરના યૂનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટ 93નું વિમાનને પણ 9:28 વાગ્યે 4 હાઈજેકર્સે કબ્જો મેળવ્યો.    

No description available.

મોતનો તાંડવ થયો શરૂઃ
તમામ હાઈજેકર્સોએ પ્લેન કબ્જો મેળવ્યા બાદ પોત પોતાના ટાર્ગેટ તરફ આગળ વધવા લાગ્યા. જેમાં, પહેલાં અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ 11નું વિમાન સવારે 8:46 વાગ્યે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ઉત્તરના ટાવર સાથે અથડાઈ છે અને આ હુમલામાં 1355 લોકોએ જીવ ગુમાવ્યા. આ હુમલાના 17 મિનીટ પછી બીજુ પ્લેન એટલે કે યૂનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટ 175નું વિમાન વર્લ્ડ ટ્રેડ સેન્ટરના દક્ષિણના ટાવર સાથે અથડાઈ છે અને તેમાં મોત થાય છે 637 લોકોના. 35 મિનીટ બાદ અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ 77નું વિમાન પેન્ટાગોનના હેડ કવાર્ટર પર પાડવામાં આવે છે. જેમાં, 189 લોકોના મોત થાય છે. અને ચોથું વિમાન જેમાં 4 હાઈજેકર્સ હતા તે લોકો વોશિંગટન તરફ આગળ વધી રહ્યા હતા. પરંતુ, આ પ્લેનના મુસાફરો હાઈજેકર્સ સાથે લડ્યા હતા અને જેના કારણે વિમાન શેન્કસવિલ પાસે ક્રેશ થયું હતું. અને આ ઘટનમાં 4 હાઈજેકર્સ સાથે 44 લોકોના મોત થયા હતા.

આ હુમલા સાથે જ ઓસામાના મિશન અમેરિકાનો અંત આવ્યો હતો. અને 1 જ કલાકમાં 2977 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ, અમેરિકાના હિટ લિસ્ટમાં ઓસામા બિન લાદેન ટોપ પર આવ્યો. અને ઓસામા છુપાયેલો હતો અફઘાનિસ્તાનની તોરા બોરા ઘાટીમાં. જેની શોધમાં અમેરિકા અફઘાનિસ્તાનમાં પ્રવેશ્યું. તે સમયે તાલિબાનના પ્રમુખ સાથે ઓસામાની મિત્રતા ગાઢ હતી. જેના કારણે સીધે સીધુ હવે ઓસામા સાથે તાલિબાન પણ અમેરિકાનું દુશ્મન હતું. જેના પગલે અમેરિકા જે તાલિબોને મોટા કર્યા હતા હવે તે જ તાલિબાનોથી ભાગીને અમેરિકાએ અફઘાનિસ્તાન છોડી હારનો કડવો ઘૂંટ ગટકવો પડ્યો છે. જોકે, અમેરિકાએ હુમલાના 10 વર્ષ બાદ પણ પાકિસ્તાનના અબોટાબાદમાં ઓસામા બિન લાદેનને મોતના ઘાટે ઉતર્યા હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news