Hutchના Bulldogથી Amulની Girl સુધી, અનોખી જાહેરખબરથી દુનિયાભરમાં ફેમસ થઈ આ કંપનીઓ

Stunning Advertisements: અમૂલને હંમેશાથી જ બેસ્ટ ઈન્ડિયન એડવર્ટાઈઝીંગ કોન્સેપ્ટના રૂપમાં જોવામાં આવે છે. આ અમૂલની જાહેરખબર છે. આ હાથથી તૈયાર થયેલ એક યુવા છોકરીનું કાર્ટૂન છે, જેના વાળ ભૂરા રંગના અને ફ્રોક પોલ્કા ડોટેડ છે.

Hutchના Bulldogથી Amulની Girl સુધી, અનોખી જાહેરખબરથી દુનિયાભરમાં ફેમસ થઈ આ કંપનીઓ

મુંબઈ: જાહેરખબરની દુનિયામાં હંમેશાથી જ ક્રિએટીવ આઈડિયાની ડિમાન્ડ રહે છે. કેટલાક આઈડિયા એટલા વધારે ક્રિએટીવ હોય છે, જેનું જોડાણ સીધું લોકો સાથે થાય છે. અનેક વર્ષોથી તમે આવી જાહેરખબર ટીવી પર જોઈ હશે. જેમણે તમારું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હશે. હચ નેટવર્કનો બુલડોગ હોય કે વોડાફોનનો જુજુ, આ તે જાહેરખબર છે. જેમણે લોકોને પોતાની સાથે જોડ્યા અને તેમની જીભે ચડી ગયા. ત્યારે અમે તમને આવી જ જાહેરખબરની કહાની બતાવવા જઈ રહ્યા છીએ. જેણે માત્ર લોકોને જોડવા પર મજબૂર ન કર્યા પરંતુ કંપનીઓને પણ ફેમસ કરી દીધી. તેમાંથી કેટલીક તો આજે ક્યાંક ને ક્યાંક જોવામાં આવે છે.

1. હચનો બુલડોગ:
આ એડને બનાવવા પાછળ એક સાધારણ આઈડિયા હતો. જેનો ઉદ્દેશ્ય “wherever you go, our network follows” હતો. તેનો અર્થ હતો જ્યાં પણ જશો, અમારું નેટવર્ક તમારી સાથે રહેશે. આ એડ વર્ષ 2003માં તૈયાર થઈ હતી. આ એડમાં એક નાનો બાળક અને એક નાનો કૂતરો હતો. બાળક જ્યાં જતો ત્યાં બુલડોગ પહોંચી જતો. આ સિમ્પલ કોન્સેપ્ટ લોકોને એટલો પસંદ આવ્યો કે તે સમયે તે એડ સૌથી હિટ બની. આ એડને મુંબઈની એજન્સી ઓગિલ્વી એન્ડ માથરે તૈયાર કરી હતી. આ એડની અનેક સિક્વલ પણ તૈયાર કરવામાં આવી હતી.

2. વોડાફોનનો જુજુ:
વોડાફોનની આ એડને વર્ષ 2009માં ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન ખૂબ જોવામાં આવી. જુજુ એનિમેટેડ જેવા લાગતા હતા. પરંતુ તે વાસ્તવિક લોકો હતા. તેમના માથા ઈંડા જેવા અને પગ પાતળા હતા. આ એડને પણ મુંબઈની એજન્સી ઓગિલ્વી એન્ડ માથરે તૈયાર કરી હતી. તેનો કોન્સેપ્ટ અને આઈડિયા રાજીવ રાવનો હતો. તેનો હિટ થવાનો અંદાજ તેના પરથી લગાવી શકાય છે કે તે બન્યા પછી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી. આ એડથી વોડાફોનને ભારતમાં નવી ઓળખ મળી.

3. અમૂલ ગર્લ:
અમૂલને હંમેશાથી જ બેસ્ટ ઈન્ડિયન એડવર્ટાઈઝીંગ કોન્સેપ્ટના રૂપમાં જોવામાં આવે છે. આ અમૂલની જાહેરખબર છે. આ હાથથી તૈયાર થયેલ એક યુવા છોકરીનું કાર્ટૂન છે, જેના વાળ ભૂરા રંગના અને ફ્રોક પોલ્કા ડોટેડ છે. ગર્લના વાળમાં રિબિન બાંધેલી છે. આ કાર્ટૂને અમૂલને એક બ્રાંડના રૂપમાં નામ આપવામાં મોટું યોગદાન આપ્યું છે. આ કાર્ટૂનની વિશેષતા એ હતી કે રાજનીતિ, ફિલ્મ અને સામાજિક મુદ્દાને જોડતાં તે દર વખતે નવા રૂપમાં ક્રિએટ કરવામાં આવતી હતી. આ જાહેર ખબરને Advertising and sales promotion (ASP) એજન્સીએ વર્ષ 1967માં તૈયાર કરી હતી. અમૂલની આ ગર્લ લોકોની ફેવરિટ છે.

4. બૂમર મેન:
બૂમર મેન પોતાના સમયે દરેક બાળકનો સુપર હીરો રહ્યો છે. આ જાહેરખબરની ટેગ લાઈન હતી બૂમ-બૂમ બૂમર. જે બાળકોની જીભ પર ચઢી ગઈ. આ એડ કંઈક એવી રીતે બનાવવામાં આવી હતી કે બૂમર ચાવતાં જ એક સુપર હીરો નીકળતો હતો. આ સુપર હીરો મોટા-મોટા કામ સરળતાથી કરી શકતો હતો. જોકે આ એડ સમયાંતરે થોડી ફીકી પડવા લાગી. તેને બનાવનારી કંપનીએ પોતાની ચ્યૂઈંગ ગમમાં ફેરફાર કર્યો પરંતુ એડની ઓળખ પિંક કલરની બૂમરની સાથે જોડાયેલી રહી.

5. નિરમા ગર્લ:
આ એક ગુજરાત બેસ્ડ ડિટરજન્ટ કંપનીની જાહેરખબર હતી. આ જાહેરખબરમાં સફેદ રંગનું ફ્રોક પહેરેલી એક છોકરી જિંગલ વોશિંગ પાઉડર નિરમા પર ડાન્સ કરે છે. ટીવી અને પ્રિન્ટ માટે લગભગ 40 વર્ષ જૂની જાહેરખબર છે. આ જાહેરખબરે કંપનીને નવી ઉંચાઈઓ પર પહોંચાડી. તે ઉપરાંત વોશિંગ પાઉડર નિરમાને જાહેરખબર જગતમાં બેસ્ટ જિંગલનું ટાઈટલ જીત્યું છે. કંપનીએ તેના પછી જાહેરખબરમાં અનેક ફેરફાર કર્યા પરંતુ જિંગલ ક્યારેય બદલી નહીં.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news