જગત જમાદાર અમેરિકાએ ભારતને આપી ધમકી, કહ્યું- 'રશિયાનો સાથ છોડી દો, નહીં તો ચૂકવવી પડશે મોટી કિંમત'

રાષ્ટ્રપતિ જો બાઈડનના ટોચના આર્થિક સલાહકારે જણાવ્યું છે કે યુક્રેન પર હુમલા બાદ નવી દિલ્હીની પ્રતિક્રિયાથી અમેરિકા નિરાશ છે. અમે ચીન અને ભારત બંને દેશોના નિર્ણયોથી નિરાશ છીએ. જ્યાં યુક્રેન સામેના યુદ્ધના જવાબમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાને રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા.

જગત જમાદાર અમેરિકાએ ભારતને આપી ધમકી, કહ્યું- 'રશિયાનો સાથ છોડી દો, નહીં તો ચૂકવવી પડશે મોટી કિંમત'

વોશ્ગિટન: રશિયા અને યુક્રેનની વચ્ચે હજુ પણ યુદ્ધ ચાલી રહ્યું છે. એવામાં ભારત શાંતિદૂત બનીને શાંતિ માટે થઈ રહેલા પ્રયાસોમાં મહત્વની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે જગત જમાદાર અમેરિકાને ભારતનું આ વલણ પસંદ આવ્યું નથી. એવામાં વ્હાઇટ હાઉસ નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના ડાયરેક્ટર બ્રાયન ડીસે ભારતને રશિયા સાથે ગઠબંધન કરવા અંગે ચેતવણી આપી છે. ડેઝે જણાવ્યું છે કે મોસ્કો સાથેના જોડાણને કારણે ભારતને ભારે કિંમત ચૂકવવી પડી શકે છે.

ભારતે નથી લગાવ્યા પ્રતિબંધ
રાષ્ટ્રપતિ જો બાઈડનના ટોચના આર્થિક સલાહકારે જણાવ્યું છે કે યુક્રેન પર હુમલા બાદ નવી દિલ્હીની પ્રતિક્રિયાથી અમેરિકા નિરાશ છે. અમે ચીન અને ભારત બંને દેશોના નિર્ણયોથી નિરાશ છીએ. જ્યાં યુક્રેન સામેના યુદ્ધના જવાબમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાને રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા. જ્યારે, ભારતે ના પાડી અને રશિયા પાસેથી તેલ આયાત કરવાનું ચાલુ રાખ્યું.

અમેરિકા સાથેના સંબંધો બનશે જટિલ 
તેમણે કહ્યું કે હુમલા અંગે નવી દિલ્હીની પ્રતિક્રિયા વોશિંગ્ટન સાથેના તેમના સંબંધોને જટિલ બનાવી રહી છે. તમને જણાવી દઈએ કે ડીઝની આ ટિપ્પણી નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દલીપ સિંહ દ્વારા ગત સપ્તાહે અધિકારીઓ સાથે બેઠક માટે ભારત આવ્યા બાદ આવી છે.

ભારતની સાથે સહયોગ ચાલુ
આ અઠવાડિયાની શરૂઆતમાં પ્રેસ સચિવ જેન સાકીએ જણાવ્યું હતું કે આ મુલાકાત દરમિયાન દુલીપે તેમના સમકક્ષોને સ્પષ્ટ કર્યું હતું કે અમે રશિયન ઊર્જા અને અન્ય માલસામાનની આયાતને વેગ આપવા અથવા વધારવાને ભારતના હિતમાં માનતા નથી. જો કે, એવું પણ કહેવામાં આવ્યું હતું કે અમેરિકા અને 7 દેશોના અન્ય જૂથ ભારતને સહયોગ કરવાનું ચાલુ રાખશે. ભારત અને અમેરિકા ખાદ્ય સુરક્ષા અને વૈશ્વિક ઉર્જા પર વ્યાપકપણે સહયોગ કરે છે. તમને જણાવી દઈએ કે ભારત રશિયાનું તેલ અને હથિયારોનો વિશ્વનો સૌથી મોટો ખરીદદાર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news