કોરોનાથી હેરાન પરેશાન અમેરિકા, ચીન પર કરી રહ્યું છે હુમલાની તૈયારી
Trending Photos
નવી દિલ્હી: ચીન દુનિયાનો વિલન બની બેઠો છે એ વાત અત્યાર સુધી ચીનને અને તેના પાડોશી દેશોને જ ખબર હતી પરંતુ કોરોના ષડયંત્ર બાદ તો આખી દુનિયાની સામે ચીનનો ઝેરીલો ચહેરો ખુલ્લો પડી ગયો છે. કોરોનાકાળના ચીનની હરકતો વિલન જેવી જ જોવા મળી રહી છે. દક્ષિણી હિન્દ મહાસાગરમાં યુદ્ધાભ્યાસ કરતી ચીનની સેના દુનિયાને ધમકાવતી જોવા મળી રહી છે અને આવામાં અમેરિકાએ પણ ચીનને સંદેશ આપ્યો છે કે અમે પણ બંગડી પહેરીને નથી બેઠા.
ચીને તાઈવાનને ડરાવ્યું તો ટ્રમ્પ ગુસ્સે ભરાયા
ચીને જોયું કે તેનો પ્રબળ શત્રુ અમેરિકા કોરોના સંકટમાં ફસાયેલો છે તો તકનો ફાયદો ઉઠાવીને ચીને તાઈવાનને ડરાવવાનું વિચાર્યું. જ્યારે ચીને પોતાના નાના પાડોશી દેશ તાઈવાનને આંખ બતાવી તો અમેરિકાએ પણ ચીનને આંખ દેખાડી. ત્યારબાદ અમેરિકી વાયુસેનાએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું.
અમેરિકા પલટવાર માટે તૈયાર
અમેરિકાને ચીની વાઈરસથી લોહીલુહાણ કરીને ચીન પોતાના પાડોશી તાઈવાનને પરેશાન કરવાનું વિચારવા માંડ્યું છે. આ જ કડીમાં તકનો ફાયદો ઉઠાવતા ચીને તાઈવાન નજીક પોતાના વિમાનવાહક જહાજ અને જંગી જહાજ મોકલી દીધા. પરંતુ અમેરિકાને તેની ખબર પડી ગઈ અને ત્યારબાદ અમેરિકી વાયુસેના અને નેવીએ ચીનને ગંભીર સંદેશવાળો સંકેત આપ્યો છે.
જુઓ LIVE TV
અમેરિકાના ફાઈટર વિમાનો હુમલા માટે તૈયાર
ચીન પર પહેલેથી ભડકેલા અમેરિકાએ પોતાની વાયુસેનાનું શક્તિ પ્રદર્શન કર્યું છે. જ્યારે કોરોના વાયરસ મહામારી સામે અમેરિકાને ઝઝૂમતા જોઈને ચીને તાઈવાન અને જાપાન પાસે એરક્રાફ્ટ કેરિયર અને જંગી જહાજ મોકલ્યા તો તેના જવાબમાં અમેરિકી વાયુસેના અને નેવીએ પણ જાપાનના સરહદી ગુઆમ એરબેસ પર પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું છે.
ત્યારબાદ ચીને અમેરિકી વાયુસેનાના બોમ્બ વરસાવતા વિમાનો અને તેના ઘાતક ડ્રોન વિમાનોને ગુઆમ એરબેસ પર 'એલિફન્ટ વોક' કરતા જોયા. અમેરિકાએ પોાતના ફાઈટર વિમાનોને હુમલા માટે એકદમ રેડી કરી દીધા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે