Watch: સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસ પર હુમલો, અમેરિકાએ શું કહ્યું તે ખાસ જાણો
Indian Embassy Vandalism: અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં થયેલી તોડફોડ અને આગચંપીની ઘટના પર અમેરિકાએ નિવેદન બહાર પાડ્યું છે અને ઘટનાની કડક ટીકા કરતા તેને એક અપરાધિક કૃત્ય ગણાવ્યું છે. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે ટ્વીટ કરીને કહ્યું કે અમેરિકા શનિવારે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં તોડફોડ અને આગચંપીના પ્રયત્નોની આકરી ટીકા કરે છે.
Trending Photos
Indian Embassy Vandalism: અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં થયેલી તોડફોડ અને આગચંપીની ઘટના પર અમેરિકાએ નિવેદન બહાર પાડ્યું છે અને ઘટનાની કડક ટીકા કરતા તેને એક અપરાધિક કૃત્ય ગણાવ્યું છે. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે ટ્વીટ કરીને કહ્યું કે અમેરિકા શનિવારે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં તોડફોડ અને આગચંપીના પ્રયત્નોની આકરી ટીકા કરે છે. અમેરિકામાં રાજનયિક કેન્દ્રો કે વિદેશી રાજનયિકો વિરુદ્ધ હિંસા એક અપરાધ છે.
હુમલાનો વીડિયો આવ્યો સામે
અમેરિકામાં દક્ષિણ એશિયાઈ પ્રસારકર્તા દીયા ટીવીએ ટ્વીટ કર્યું કે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસમાં શનિવારે મોડી રાતે દોઢ વાગ્યાથી અઢી વાગ્યા વચ્ચે આગચંપી કરાઈ. સાન ફ્રાન્સિસ્કો વિભાગે આગ પર તરત કાબૂ મેળવી લીધો. બહુ ઓછું નુકસાન થયું અને કોઈ કર્મીને નુકસાન થયું નથી. સ્થાનિક રાજ્ય, અને ફેડરલ ઓથોરિટીને સૂચિત કરાયા છે. તેમણે હુમલાનો એક વીડિયો પણ શેર કર્યો છે.
ARSON ATTEMPT AT SF INDIAN CONSULATE: #DiyaTV has verified with @CGISFO @NagenTV that a fire was set early Sunday morning between 1:30-2:30 am in the San Francisco Indian Consulate. The fire was suppressed quickly by the San Francisco Department, damage was limited and no… pic.twitter.com/bHXNPmqSVm
— Diya TV - 24/7 * Free * Local (@DiyaTV) July 3, 2023
ખાલિસ્તાન સમર્થકોએ 2 જુલાઈ 2023ના રોજ એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો જેમાં સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં આગચંપીની કોશિશ કરતા જોઈ શકાય છે. વીડિયોમાં હિંસા થી હિંસાનો જન્મ થાય છે જેવા શબ્દોનો ઉપયોગ કરાયો છે. જેમાં કેનેડા સ્થિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (કેટીએફ)ના પ્રમુખ હરદીપ સિંહ નિજ્જરના મોત સંલગ્ન ખબરો પણ દેખાડવામાં આવી છે.
ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંથી એક રહેલા નિજ્જરનું ગત મહિને કેનેડામાં એક ગુરુદ્વારા બહાર ગોળી મારીને હત્યા કરાઈ હતી. તેના પર 10 લાખનું ઈનામ જાહેર હતું. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક પોસ્ટરમાં લખ્યું છે કે ખાલિસ્તાન ફ્રીડમ રેલી આઠ જુલાઈના રોજ આયોજિત કરાશે. જે કેલિફોર્નિયાના બર્કલેથી શરૂ થશે અને સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસ પર પૂરી થશે.
(ઈનપુટ- ન્યૂઝ એજન્સ ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે