કોરોના સામે ઝઝૂમી રહેલા અમેરિકા-કેનેડામાં હવે ફેલાઇ આ રહસ્યમયી બિમારી
કોરોના સામે ઝઝૂમી રહેલા અમેરિકા (America) અને કેનેડા (Canada)ને હાલ વધુ એક રહસ્યમયી બિમારીએ ઘેરી લીધા છે. બંને દેશોમાં લગભગ 500થી વધુ લોકો 'સાલ્મોનેલા' (Salmonella bateria) નામની આ બિમારીથી ગ્રસિત જોવા મળ્યા છે.
Trending Photos
કેલિફોર્નિયા: કોરોના સામે ઝઝૂમી રહેલા અમેરિકા (America) અને કેનેડા (Canada)ને હાલ વધુ એક રહસ્યમયી બિમારીએ ઘેરી લીધા છે. બંને દેશોમાં લગભગ 500થી વધુ લોકો 'સાલ્મોનેલા' (Salmonella bateria) નામની આ બિમારીથી ગ્રસિત જોવા મળ્યા છે. અમેરિકાના રોગ નિયંત્રણ અને સારવાર કેન્દ્ર (CDC) ના અનુસાર કેલિફોર્નિયામાં ઉગાડવામાં આવેલી લાલ ડુંગળી આ બિમારીનું એક મોટું કારણ છે.
CDC ના અનુસાર અત્યાર સુધી અમેરિકામાં 50 માંથી 34 રાજ્યોમાં આ બિમારીથી 396 પીડિતો સામે આવી ચૂક્યા છે. જેમાંથી 59 લોકો હોસ્પિટલમાં દાખલ છે. વહિવટીતંત્રની તપાસ અનુસાર તેમાંથી મોટાભાગના લોકોએ, પીળી અને સફેદ ડુંગળીનું સેવન કર્યું હતું. આ દૂષિત ડુંગળીની સ્પ્લાઇ થોમસન ઇન્ટરનેશનલ કંપનીએ કરી હતી. યૂએસ ખાદ્ય અને દવા પ્રશાસન (US Food and Drug Administration) CDC એ લોકોને સલાહ આપી છે કે તે થોમસન ઇન્ટરનેશનલ કંપનીની કોઇપણ ડુંગળીનું સેવન ન કરે. જો કોઇએ સેવન કરી લીધું છે અને તેને બિમારીના લક્ષણ જોવા મળી રહ્યા છે તો તાત્કાલિક પોતાના નજીકના ડોક્ટર અથવા હોસ્પિટલનો સંપર્ક કરે.
CDC એ ટ્વિટ કરીને કહ્યું કે લોકો આ બિમારીથી બચવા માટે પોતાની રસોઇમાંથી થોમસન ઇન્ટરનેશનલની લાલ, પીળી, સફેદ અને મીઠી પીળી ડુંગળીને કાઢી દે. સીડીસીએ કહ્યું કે સાલ્મોનેલા બેક્ટેરિયાએ ઘણા જાનવરોના આંતરડામાં રહે છે અને અમેરિકમાં દર વર્ષે લગભગ 420 લોકોના મોતનું કારણ બને છે. આ બેક્ટેરિયાના કારણે દર વર્ષે અમેરિકા અને કેનેડામાં લગભગ 1.35 મિલિયન લોકો પેટના સંક્રમણનો શિકાર બને છે. જેમાંથી 26,500ને હોસ્પિટલમાં ભરતી કરાવવા પડે છે.
શું છે સાલ્મોનેલા બેક્ટેરિયા?
ડોક્ટરોના અનુસાર સાલ્મોનેલા એક બેક્ટેરિયા છે. જે માણસના પાચનતંત્રને પ્રભાવિત કરે છે. આ બેક્ટેરિયાના સંપર્કમાં આવતાં છ કલાકથી છ દિવસ દિવસ બાદ સુધી માણસને, ઝાડા, તાવ અને પેટમાં ચૂંકનો સામનો કરવો પડે છે. ઘણીવાર સ્થિતિ ગંભીર થઇ જાય છે અને સંક્રમણ પાચન તંત્રથી થઇને મૂત્ર, રક્ત, હાડકાં, સાંધા, અને મગજ સુધી ફેલાઇ શકે છે. જેથી માણસનું મૃત્યું પણ થઇ શકે છે. આ બિમારીના લક્ષણ સામાન્ય રીતે સંક્રમિત થવાના છ કલાકથી છ દિવસ બાદ શરૂ થાય છે અને લગભગ એક અઠવાડિયા સુધી માણસ પથારવશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે