દેશનુ સર્વપ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર શરૂ, 5 સ્ટાર હોટલને ટક્કર આપે તેવી સુવિધા
Trending Photos
રાજકોટ : રાજકોટમાં દેનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર ચાલુ થયું છે. આ સેન્ટરને શનિવારે ગાંધીનગરથી મુખ્યમંત્રીએ ઇ લોકાર્પણ કરીને ખુલ્લું મુક્યું હતું. રાજકોટના અરવિંદ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલા ભારતના પ્રથ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરનું ઇ લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી હતી. આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરમાં કોરોના સંક્રમિત દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારીને તેમને સાજા કરવામાં મહત્વની ભુમિકા ભજવશે. આ સેન્ટરમાં 5 સ્ટાર હોટલને પણ ટક્કર મારે તેવી સુવિધાઓ રાખવામા આવી છે. 5 સ્ટાર હોટલમાં હોય તેવા બેડ, સોફા, ખુરશીઓ, ટીવી, ટેલિફોન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
કોરોના રોગ સામે જીત મેળવવા દરેક વ્યક્તિએ પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવાની જરર છે. વૈશ્વિક ક્ષેત્રે પ્રસ્થાપિત થયું છે કે, કોરોના જેવી મહામારીમાં યોગ, પ્રાણાયામ, સુર્ય નમસ્કાર જેવી ભારતીય પરંપરા પદ્ધતી ખુબ જ સફળ નિવડી રહી છે. કોરોના વાયરસ સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળા, આયુર્વેદિક દવાઓ પણ ખુબ જ અસરકારક સાબિત થઇ રહી છે. ત્યારે આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર કોરોના સંક્રમિત દર્દીઓને સાજા કરવામાં ખુબ જ મદદરૂપ નીવડશે.
રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરમેન વલ્લભ કથીરિયાએ જણાવ્યું હતું કે, દર્દી પહેલા અહીં આવશે અને દાખલ થશે. કોરોના દર્દીને હોમ આઇોલેટ કરવામાં આવે છે. અહીં હોસ્પિટલ નથી પણ સારા વાતાવરણમાં રહેવા માટેની વ્યવસ્થા માટેનું આઇસોલેશન સેન્ટર છે. સામાન્ય દર્દી આવશે તેનું પહેલા ચેકઅપ થશે. કોરોના પોઝિટિવ હશે તેને દાખલ કરવામાં આવશે. એક રૂમમાં બે બેડની સુવિધા રાખવામાં આવી છે. અહીં દર્દીઓને રૂમની અંદર નાસ્તો, બપોર અને સાંજનુ ભોજન પહોંચી જશે. દિવસ દરમિયાન બધી આયુર્વેદિક દવાઓ, ઉકાળા આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે