અમેરિકા બાદ હવે કેનેડાને પણ ચીનથી મોકલાઈ રહ્યાં છે આ રહસ્યમય બીજના પેકેટ

અમેરિકા બાદ હવે કેનેડામાં પણ રહસ્યમય બીજના પેકેટ મળી રહ્યાં છે જેને જોઈને એવું લાગે છે કે તે ચીનથી મોકલાયા છે. કેનેડિયન ફૂડ ઈન્સ્પેક્શન એજન્સીએ કેનેડાના લોકોને ચેતવણી આપી છે કે આ બીજનો ઉપયોગ ન કરે. એજન્સીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે આ બીજમાં કોઈ હુમલાખોર નસ્લ હોઈ શકે છે અને તે ખેતી અને પ્રાકૃતિક ક્ષેત્રો માટે નુકસાનકારક બની શકે છે. 

અમેરિકા બાદ હવે કેનેડાને પણ ચીનથી મોકલાઈ રહ્યાં છે આ રહસ્યમય બીજના પેકેટ

ટોરન્ટો: અમેરિકા બાદ હવે કેનેડામાં પણ રહસ્યમય બીજના પેકેટ મળી રહ્યાં છે જેને જોઈને એવું લાગે છે કે તે ચીનથી મોકલાયા છે. કેનેડિયન ફૂડ ઈન્સ્પેક્શન એજન્સીએ કેનેડાના લોકોને ચેતવણી આપી છે કે આ બીજનો ઉપયોગ ન કરે. એજન્સીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે આ બીજમાં કોઈ હુમલાખોર નસ્લ હોઈ શકે છે અને તે ખેતી અને પ્રાકૃતિક ક્ષેત્રો માટે નુકસાનકારક બની શકે છે. 

CFIAએ સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે 'અજ્ઞાત મૂળના બીજને વાવો નહીં.' અનાધિકૃત બીજ હુમલાખોર નસ્લના હોઈ શકે છે કે પછી તેમાં છોડને ખાઈ જનારા કીટ હોઈ શકે છે. જેને કેનેડામાં ઉપયોગ કરવાથી હાનિકારક થઈ શકે છે. ઓન્ટેરિયો પ્રોવિન્શિયલ પોલીસે પોતાની ટ્વિટમાં કહ્યું કે આ બીજ કાં તો ચીનથી મોકલવામાં આવ્યાં છે અથવા તો તાઈવાનથી. 

CFIAએ નિર્દેશ જાહેર કર્યા છે કે જે પણ વ્યક્તિ આ બીજ લે તે તરત જ રિજિયોનલ કાર્યાલયમાં આ અંગે જાણ કરે. આ સાથે જ કહેવાયું છે કે આ પેકેજ ત્યાં સુધી તમારી પાસે રાખો જ્યાં સુધી ઈન્સ્પેક્ટર તમારો સંપર્ક ન કરી લે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરે પણ આવી જ એક ચેતવણી બહાર પાડી છે અને કહ્યું છે કે તેઓ માને છે કે આ બીજ કોઈ 'બ્રશીંગ સ્કેમ'નો ભાગ છે. જેમાં એક વિક્રેતા કોઈ પણ સસ્તી પ્રોડક્ટ કે ખાલી બોક્સ મોકલે છે અને આ ડિલિવરીની સૂચનાથી કંપની ફેક રિવ્યૂ બનાવે છે જેના દ્વારા તેઓ ઈ કોમર્સ સાઈટ્સ પર પોતાના રેટિંગ વધારે છે. 

— OPP Central Region (@OPP_CR) July 28, 2020

USDAએ કહ્યું છે કે આગળના ટેસ્ટિંગ માટે તેઓ જેમને આ બીજ મોકલવામાં આવ્યાં છે તેમની પાસેથી બીજ ભેગા કરી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે કેનેડા અને અમેરિકાના સંબંધ ચીન સાથે આ વર્ષે સૌથી ખરાબ હાલતમાં પહોંચી ગયા છે. જેને લઈને વિશેષજ્ઞોનું કહેવું છે કે દાયકાઓમાં અમેરિકા અને કેનેડાના સંબંધ સૌથી નીચા સ્તરે છે અને તેની પાછળનું કારણ ટ્રેડ અને ટેક્નોલોજીથી લઈને કોરોના વાયરસ મહામારી પણ છે. 

બીજી બાજુ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનવિને મંગળવારે રોજની ન્યૂઝ બ્રિફિંગમાં કહ્યું કે ડાકસેવા બીજ મોકલવા પર પ્રતિબંધનું કડકાઈથી પાલન કરે છે. ચીની પોસ્ટર સર્વિસની તપાસ મુજબ પેકેજ પર લખાયેલા તમામ રેકોર્ડ્સ સાથે છેડછાડ કરાયેલી જણાય છે. 

અત્રે જણાવવાનું કે અમેરિકી રાજ્યો જેમાં વોશિંગ્ટન અને અલાબામા પણ સામેલ છે તેમણે આવા શિપમેન્ટ્સને 'કૃષિ તસ્કરી' ગણાવાઈ છે. સ્ટેટ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ દ્વારા વહેંચાયેલા ફોટા આ બીજોને અલગ અલગ સાઈઝ, આકાર અને રંગોમાં દેખાડે છે અને તેના કવરનો રંગ સફેદ કે પીળો હોય છે. 

અધિકારીઓએ જણાવ્યું કે કેટલાક પેકેટ ઉપર જ્વેલરી લખ્યું હતું અને એું લાગે છે કે તેના પર ચીની ભાષામાં કઈક લખ્યું છે. જેમને આ પેકેટ મળ્યાં છે તેમને જાણ કરાઈ છે કે જ્યાં સુધી ઓથોરિટીઝ તેને કબજામાં ન લે ત્યાં સુધી આ બીજ સીલબંધ પ્લાસ્ટિક બેગમાં રાખે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news