અફઘાનિસ્તાન: આત્મઘાતી હુમલાખોરોએ મુસ્લિમ વિદ્વાનોને ટાર્ગેટ કર્યા, 50ના મોત

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મંગળવારે એક આત્મઘાતી હુમલાખોરે મોટી સંખ્યામાં ભેગા થયેલા મુસ્લિમ વિદ્વાનોને ટારગેટ કર્યાં જેમાં 50 લોકોના મોત થયા છે.

અફઘાનિસ્તાન: આત્મઘાતી હુમલાખોરોએ મુસ્લિમ વિદ્વાનોને ટાર્ગેટ કર્યા, 50ના મોત

કાબુલ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મંગળવારે એક આત્મઘાતી હુમલાખોરે મોટી સંખ્યામાં ભેગા થયેલા મુસ્લિમ વિદ્વાનોને ટારગેટ કર્યાં જેમાં 50 લોકોના મોત થયા છે.  સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા વાહિદ મજરૂહે જણાવ્યું કે આ હુમલામાં લગભગ 83 જેટલા લોકો ઘાયલ થયા છે જેમાંથી 20ની હાલત ગંભીર છે. 

આ હુમલાની હાલ હજુ કોઈએ જવાબદારી લીધી નથી. કાબુલ પોલીસ પ્રમુખના પ્રવક્તા બશીર મુજાહિદે કહ્યું કે હુમલાના પીડિત દુર્ભાગ્યે ધાર્મિક વિદ્વાનો હતા જેઓ પેગંબર મોહમ્મદનો જન્મદિવસ મનાવવા માટે ભેગા થયા હતાં. 

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ આ હુમલાની ટીકા કરતા તેને ઈસ્લામી મૂલ્યો અને પેગંબર મોહમ્મદના અનુયાયીઓ પર હુમલો ગણાવ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ આ હુમલાની ટીકા કરી અને પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. 

(ઈનપુટ-ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news