Afghanistan: ભારત પર હુમલો કરનારા ગઝનવીની કબર પર પહોંચ્યો અનસ હક્કાની, સોમનાથ મંદિરનો કર્યો ઉલ્લેખ

અફઘાનિસ્તાનમાં સત્તામાં આવ્યા બાદ તાલિબાને પોતાનો અસલ રંગ દેખાડવાનો શરૂ કરી દીધો છે. તાલિબાન સરકારમાં સામેલ હક્કાની નેટવર્કના મુખિયા અનસ હક્કાનીએ ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કર્યું છે.

Afghanistan: ભારત પર હુમલો કરનારા ગઝનવીની કબર પર પહોંચ્યો અનસ હક્કાની, સોમનાથ મંદિરનો કર્યો ઉલ્લેખ

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં સત્તામાં આવ્યા બાદ તાલિબાને પોતાનો અસલ રંગ દેખાડવાનો શરૂ કરી દીધો છે. તાલિબાન સરકારમાં સામેલ હક્કાની નેટવર્કના મુખિયા અનસ હક્કાનીએ ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાનના પીઠ્ઠુ એવો અનસ હક્કાની ભારત પર 17 વાર હુમલો કરનારા મહેમૂદ ગઝનવીની કબર પર ગઈ કાલે પહોંચ્યો હતો. અહીં તેણે પાછું ગર્વ સાથે ભારતમાં સોમનાથ મંદિરમાં તોડફોડનો ઉલ્લેખ કર્યો. હક્કાનીએ ગઝનવીની કબર પર જઈને ટ્વીટ કરીને આ માહિતી આપી. 

સુલતાન મહેમૂદ ગઝનવીની કબર પર ગયો- હક્કાની
હક્કાનીએ ટ્વીટમાં લખ્યું કે અમે આજે 10મી સદીના એક પ્રસિદ્ધ મુસ્લિમ યોદ્ધા અને મુજાહિદ સુલ્તાન મહેમૂદ ગઝનવીની દરગાહની મુલાકાત લીધી. ગઝની (અલ્લાહની રહેમત તેમના પર થાય)એ ગઝનીથી ક્ષેત્રમાં એક મજબૂત મુસ્લિમ શાસન સ્થાપિત કર્યું અને સોમનાથની મૂર્તિ તોડી નાખી. અત્રે જણાવવાનું કે આ અગાઉ એક મુસ્લિમ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં અનસ હક્કાનીએ ભારત પ્રત્યે પોતાનો મત જણાવ્યો હતો. 

— Anas Haqqani(انس حقاني) (@AnasHaqqani313) October 5, 2021

ભારત વિશે કરી આ વાત
હક્કાનીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અફઘાનિસ્તાન ભારતનો સાચો મિત્ર નથી. તેણે ભારત સરકારની સાથે સાથે ભારતીય મીડિયાની પણ ટીકા કરી હતી. અનસ હક્કાનીએ કહ્યું હતું કે ભારતે અફઘાનિસ્તાન પ્રત્યે પોતાની નીતિમાં ફેરફાર કરવાની જરૂર છે. તેણે અફઘાનિસ્તાનમાં તાલિબાનના ટોચના નેતૃત્વ સાથે કોઈ પણ પ્રકારના વિવાદનો પણ ઈન્કાર કર્યો. તેણે કહ્યું કે તાલિબાન નેતૃત્વ વચ્ચે કોઈ મતભેદ નથી. તેણે આરોપ લગાવ્યો કે અશરફ ગનીની પૂર્વ સરકાર સાથે જોડાયેલા લોકો તરફથી તાલિબાનના નેતૃત્વની અંદર સંઘર્ષની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news