પ્રશાંત મહાસાગરમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું જોખમ વધતાં જાહેર કરાયું એલર્ટ

Earthquake In Pacific Ocean: પ્રશાંત મહાસાગરમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે જેના કારણે કેટલાક સ્થાન પર સુનામીનું સંકટ વધ્યું છે. સુનામીની ચેતવણી અમેરિકામાં ન્યુ કેલેડોનીયા, ફીજી અને વાનુઅતુ વિસ્તારો માટે જાહેર કરવામાં આવી છે.

પ્રશાંત મહાસાગરમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું જોખમ વધતાં જાહેર કરાયું એલર્ટ

Earthquake In Pacific Ocean: પ્રશાંત મહાસાગરમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જેના કારણે આસપાસના મહાદ્વીપના વિસ્તારોમાં સુનામીનું જોખમ વધ્યું છે. જેને લઈને સ્થાનીય સરકારે એલર્ટ જાહેર કર્યું છે. આ ચેતવણી અમેરિકામાં ન્યુ કેલેડોનીયા, ફીજી અને વાનુઅતુ વિસ્તારો માટે જાહેર કરવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજીકલ સર્વે અનુસાર આ ભૂકંપ જમીનમાં 10 કિ.મી ની ઊંડાઈ પર આવ્યો હતો.

આ પણ વાંચો:

પ્રશાંત મહાસાગરમાં આવેલા શક્તિશાળી ભૂકંપના થોડા કલાક પહેલા મધ્ય અમેરિકાના ગ્વાટેમાલામાં પણ ભૂકંપના તીવ્ર ઝટકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 6.4 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાસે જમીનમાં 158 મિલી ઉંડાઈ પર હતું. અહીં ભૂકંપના તીવ્ર ઝટકા અનુભવાયા હતા પરંતુ જાનમાલનું કોઈ નુકસાન થયું નથી. 

 

મહત્વનું છે કે વર્ષની શરૂઆતમાં 6 ફેબ્રુઆરીએ તુર્કીમાં આવેલા ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઇ હતી. લોકો કાંઈ કરી શકે તે પહેલાં જ 6.4 ની તીવ્રતા નો ભૂકંપ આવ્યો અને અનેક વિસ્તારો નેસ્તોનાબૂદ થઈ ગયા. 6.5 ની તીવ્રતાના ભૂકંપના આંચકા પછી એક પછી એક ભૂકંપના ઝટકા આવ્યા. તુર્કીમાં ભૂકંપના કારણે 33 હજાર લોકોનો જીવ ગયો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news