આજે PM મોદી અને ટ્રંપની મુલાકાત, વર્ષમાં ત્રીજીવાર થશે દ્વિપક્ષીય વાતચીત
પીએમ મોદી 24 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં 'ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ' (ECOSOC) ચેમ્બરમાં એક વિશેષ કાર્યક્રમ 'લીડરશિપ મેટર્સ: રેલીવેન્સ ઓફ ગાંધી ઇન કંટેમ્પ્રેરી વર્લ્ડ'ની મેજબાની કરશે. આ કાર્યક્રમ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતિના અવસર પર આયોજિત કરવામાં આવશે.
Trending Photos
ન્યૂયોર્ક: વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra Modi) અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump) વચ્ચે આજે ત્રીજીવાર દ્વિપક્ષીય વાતચીત થશે. આ પહેલાં બંને નેતા ઓસાકા જાપાનમાં જી-20 સંમેલન દરમિયાન મળ્યા હતા. ત્યારબાદ યૂએસ પ્રેસિડેન્ટ અને ઇન્ડીયન પીએમ વચ્ચે ફ્રાન્સમાં જી-7 સમિટ દરમિયાન વાતચીત થઇ હતી. હવે આજે 24 સપ્ટેમ્બરને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકથી બંને નેતા ફરી એકવાર મળવા જઇ રહ્યા છે.
આ ઉપરાંત પીએમ મોદીએ આજે ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા સ્વચ્છ ભારત અભિયાન માટે ગ્લોબલ ગોલકીપર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ ફાઉન્ડેશન અનુસાર આ એવોર્ડ કોઇ નેતા દ્વારા પોતાના દેશમાં અથવા વૈશ્વિક સ્તર પર વૈશ્વિક લક્ષ્ય માટે પ્રભાવી કામ કરવાની દિશામાં પ્રતિબદ્ધતા બતાવવા માટે આપવામાં આવે છે. પીએમ મોદીએ આ અભિયાનની શરૂઆત બે ઓક્ટોબર 2014ના રોજ કરી હતી. મોદી આજે ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે.
પીએમ મોદી ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે
5.00 વાગે (24 સપ્ટેમ્બર રોજ સવારે)- આતંવાદ પર નેતાઓનો સંવાદ
7.15 વાગે (24 સપ્ટેમ્બર રોજ સવારે)- નામીબિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
7.50 વાગે (24 સપ્ટેમ્બર રોજ સવારે)- માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમંદ સોલિહ સાથે મુલાકાત (બધા કાર્યક્રમ ભારતીય સમયાનુસાર)
આ ઉપરાંત પીએમ મોદી 24 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં 'ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ' (ECOSOC) ચેમ્બરમાં એક વિશેષ કાર્યક્રમ 'લીડરશિપ મેટર્સ: રેલીવેન્સ ઓફ ગાંધી ઇન કંટેમ્પ્રેરી વર્લ્ડ'ની મેજબાની કરશે. આ કાર્યક્રમ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતિના અવસર પર આયોજિત કરવામાં આવશે.
24 સપ્ટેમ્બરથે શરૂ થઇ રહી છે જનરલ ડિબેટ
UNGA (યૂનાઇટેદ નેશનલ જનરલ એસેમ્બલી)માં ડિબેટની શરૂઆત 24 સપ્ટેમ્બરના રોજ થશે, જે 30 સ્પટેમ્બર સુધી ચાલુ રહેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ 24 સપ્ટેમ્બરના રોજ મહાસભાને સંબોધિત કરશે. તેમણે વર્ષ 2017માં પહેલીવાર સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને સંબોધિત કરી હતી. મહાસભાના સંબોધનની શરૂઆત બ્રાજીલથી થશે. ત્યારબાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપનું સંબોધન થશે. 112 રાજ્ય પ્રમુખ અને 30થી વધુ દેશોના વિદેશ મંત્રી જનરલ ડિબેટને સંબોધિત કરવા માટે ન્યૂયોર્ક પહોંચશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે