લંડનઃ કન્ટેનરમાં મળી 39 લાશ, પોલીસ પણ ચોંકી ઉઠી
પોલીસ હવે આ શબની ઓળખ કરવા માટે પ્રયાસ કરી રહી છે. જે વ્યક્તિની ધરપકડ કરાઈ છે તે આ કન્ટેનરનો ડ્રાઈવર હતો. એવી પણ આશંકા છે કે, કન્ટેનરના ડ્રાઈવરે જ આ તમામ 39 લોકોની હત્યા કરી છે. જોકે, પોલીસ પુછપરછ થયા પછી જ આ અંગે ખુલાસો કરશે.
Trending Photos
લંડનઃ બ્રિટનની રાજધાની લંડનના એસેક્સ વિસ્તારમાં 39 લોકોથી ભરેલું કન્ટેનર મળતાં ચકચાર મચી ગઈ છે. મળેલી લાશમાં 38 વયસ્ક અને એક કિશોર છે. કન્ટેનરમાંથી આટલી બધી લાશો મળ્યા પછી 25 વર્ષની એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ ધપકડ આયર્લેન્ડથી થઈ છે.
પોલીસ હવે આ શબની ઓળખ કરવા માટે પ્રયાસ કરી રહી છે. જે વ્યક્તિની ધરપકડ કરાઈ છે તે આ કન્ટેનરનો ડ્રાઈવર હતો. એવી પણ આશંકા છે કે, કન્ટેનરના ડ્રાઈવરે જ આ તમામ 39 લોકોની હત્યા કરી છે. જોકે, પોલીસ પુછપરછ થયા પછી જ આ અંગે ખુલાસો કરશે.
બુધવારે સવારે 1.40 કલાકે ઈસ્ટર્ન એવેન્ટુમાં વાટ્ગ્લેડ ઈન્ડસ્ટ્રિયલ પાર્કમાં આટલા બધા લોકોની લાશોની જાણ થયા પછી ઓમ્બ્યુલન્સ બોલાવાઈ હતી. ચીફ સુપ્રીટેન્ડન્ટ એન્ડ્ર્યુ મરિનરે જણાવ્યું કે, આટલી મોટી સંખ્યામાં લાશો મળ્યા પછી પોલીસ પણ ચોંકી ગયેલી છે. અમે શોધી રહ્યા છે કે, આ લોકોનું મૃત્યુ થયું છે કે પછી તેમની હત્યા કરાઈ છે.
પોલીસે જણાવ્યું કે, આ કન્ટેનર બલ્ગેરિયાથી આવ્યું હતું અને 19 ઓક્ટોબર, 2019 શનિવારના રોજ હોલીહેડ દ્વારા દેશમાં પ્રવેશ કર્યો હતો. પોલીસનું માનવું છે કે, આ ઘટના મનવ તસ્કરીની પણ હોઈ શકે છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે