સાઉદીના મદીનામાં બસ અકસ્માતમાં 35 વિદેશીઓના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ

સાઉદીના મદીના શહેરમાં એક બસ અને એક ભારે વહાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 35 વિદેશીઓના મોત થયા છે. જ્યારે 4 અન્ય ઘાયલ થયા છે. અલ હમના હોસ્પિટલમાં આ ચારેય ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે

સાઉદીના મદીનામાં બસ અકસ્માતમાં 35 વિદેશીઓના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ

નવી દિલ્હી: સાઉદીના મદીના શહેરમાં એક બસ અને એક ભારે વહાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 35 વિદેશીઓના મોત થયા છે. જ્યારે 4 અન્ય ઘાયલ થયા છે. અલ હમના હોસ્પિટલમાં આ ચારેય ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ જાણકારી સાઉદીની સરાકારી મીડિયાએ આપી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરબમાં એક બસ દુર્ઘટનામાં 35 લોકોના મોત પર ગુરૂવારે શોક વ્યક્ત કર્યો હતો.

મદીનાના પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે સાઉદી અરબના આ પશ્ચિમ શહેરમાં બુધવારે આ દૂર્ઘટના સર્જાઈ હતી. તેમાં એક ખાનગી ચાર્ટર્ડ બસ અને એક લોડર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. દૂર્ધટનામાં મોતને ભેટનાર અને ઈજાગ્રસ્તો અરબ અને એશિયાઇ તીર્થયાત્રીઓ હતો.

— ANI (@ANI) October 17, 2019

ઇજાગ્રસ્તોને અલ હમના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. તેલ પર આર્થિક નિર્ભરતાને ઓછી કરવાના પ્રયાસમાં સાઉદી અરબ ધાર્મિક પર્યટન ક્ષેત્રને સંભાળી રાખવા ઇચ્છે છે.

પીએ મોદીએ વ્યક્ત કર્યો શોક
વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરબમાં એક બસ દૂર્ઘટનામાં 35 લોકોના મોત પર ગુરૂવારે શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને ટ્વીટ કરી લખ્યું, ‘સાઉદી અરબમાં મક્કાની પાસે બસ દૂર્ઘટનાના સમાચારથી દુ:ખી છું. આ દૂર્ઘટનામાં મૃતકોના પરિજનો પ્રતિ મારી સંવેદાનાઓ. ઇજાગ્રસ્તોની જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.’

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news