ઈરાનમાં કોરોના વાયરસની 'સારવાર' બની દુશ્મન, ઝેરી દારૂએ લીધો 300નો જીવ
ઈરાનમાં સોશિયલ મીડિયા પર તે મેસેજ ફોરવર્ડ થવા લાગ્યા છે કે કોરોના વાયરસનો ઉપચાર દારૂમાં છે. ત્યાં દારૂનું ઉત્પાદન બંધ છે, તેવામાં ઝેરી દારૂ કે મિથેલોન પીવાથી આશરે 300 લોકોના મોત થયા છે.
Trending Photos
તેહરાનઃ ઈ રાન આ સમયે વિશ્વના તે દેશોમાં સામેલ છે, જ્યાં કોરોના વાયરસે સૌથી વધુ તબાહી મચાવી છે. પરંતુ આ લડાઈ માત્ર ખતરનાક વાયરસ સામે નથી પરંતુ અફવાઓ સામે પણ છે. ઈરાનમાં લોકોની વચ્ચે તે વાત ફેલાઈ કે મેથોનોલ (ઈન્ડસ્ટ્રિયલ આલ્કોહોલ) પીવાથી કોરોના વાયરસની સારવાર થઈ શકે છે. આ અફવાને કારણે અહીં સ્થિતિ એટલી ગંભીર બની કે અત્યાર સુધી 1000 લોકો બીમાર થઈ ચુક્યા છે અને 300ના મોત થયા છે.
કોરોના સિવાય અફવા પણ છે ખતરો
ઈરાનમાં દારૂ પીવા પર પ્રતિબંધ છે અને લોકો ગેરકાયદેસર રીતે તેને લઈ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર આ અફવા તેવા સમયે ફેલાઇ જ્યારે લોકોનો સરકાર પર વિશ્વાસ ઓછો થતો જાય છે. હકીકતમાં સરકારે પહેલા સ્થિતિને ઓછી ગંભીર ગણાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ધીમે-ધીમે સ્થિતિ વધુ ખરાબ બની. ઓસ્લોમાં ક્વિનિકલ ટોક્સિકોલજિસ્ટ ડો. નૂટ એરિક હોવડાનું કહેવું છે કે વાયરસથી લોકો મરી રહ્યાં છે અને તેને તે પણ ખ્યાલ નથી કે તેના સિવાય બીજા ખતરામાં છે. તેમનું કહેવું છે કે લોકો જો આમ પીતા રહ્યાં તો અન્ય લોકો વચ્ચે આ ઝેર ફેલાશે.
સોશિયલ મીડિયા ફેલાવી રહ્યું છે ઝેક
ઈરાનમાં સોશિયલ મીડિયા પર આ મેસેજ ફોરવર્ડ કરવામાં આવી રહ્યો છે કે એક બ્રિટિશ સ્કૂલ ટીચર અને બીજાએ વિસ્કી અને મધથી કોરોનાની સારવાર કરી. આલ્કોહોલ બેસ્ડ હેન્ડ-સેનિટાઇઝર્સના મેસેજથી પણ લોકોએ તે અંદાજો લગાવી લીધો કે આલ્કોહોલ પીવાથી તેના શરીરની અંદર વાયરસ મરી જશે. વાયરસનો ડર પહેલાથી હતો. જ્યારે ઓછી શિક્ષાને કારણે ઈન્ટરનેટ પર ઉડી રહેલા અફવાઓને કારણે ઈરાનના ખુજેસ્તાન અને શિરાજમાં મિથેનોલ યુક્ત આલ્કોહોલ પીવાનું શરૂ થયું જે કોઈ ઝેરથી ઓછું નથી.
Corona Virus: બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન બન્યા કોરોનાનો શિકાર, પોઝિટિવ આવ્યો રિપોર્ટ
4-5 ગણું વધ્યું વેચાણ
આ સ્થિતિ કરાજ અને યાદ શહેરોમાં પણ છે. જે હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓએ હોવાની જરૂર હતી, ત્યાં ઝેરી દારૂ પીવાને કારણે લોકો દાખલ છે. તેહરાનમાં એક વોડકા ઉત્પાદક રફીકે જણાવ્યું કે, દર વર્ષે 21 માર્ચે શરૂ થનારા પારસી ન્યૂ યર, નવરોજ પર તેના ગ્રાહકો બમણા થાય છે પરંતુ આ વર્ષે કોરોનાને કારણે 4-5 ગણો વધારો આવ્યો છે. અત્યાર સુધી કોરોના વાયરસને કારણે ઈરાનમાં 2378 લોકોના મોત થયા છે. અત્યાર સુધી દેશમાં 32,332 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે