29 વર્ષની આ મહિલાને કારણે શક્ય બની શકી 'બ્લેક હોલ'ની પ્રથમ તસવીર

મેસાચુસેટ્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીમાં ગ્રેજ્યુએટ કેથરીને આ સફળતા પોતાના અલ્ગોરિધમ (કલન ગણિત) દ્વારા પ્રાપ્ત કરી છે 

29 વર્ષની આ મહિલાને કારણે શક્ય બની શકી 'બ્લેક હોલ'ની પ્રથમ તસવીર

નવી દિલ્હીઃ વૈજ્ઞાનિકોએ 10 એપ્રિલના રોજ દુનિયાને એ ઐતિહાસિક ફોટો દેખાડ્યો હતો, જેનો લોકો અનેક દાયકાઓથી રાહ જોતા હતા. આ તસવીર હતી બ્રહ્માંડમાં રહેલો 'બ્લેક હોલ'. આ અસામાન્ય ઉપલબ્ધ 200થી વધુ સંશોધનકર્તાઓની એક ટીમે પ્રાપ્ત કરી છે. જોકે, આ ટીમમાં એક મહિલા પણ છે, જેના કારણે જ દુનિયાને આ તસવીર મળી શકે છે. 

આ મહિલાનું નામ છે કેથરીન બૂમૈન. મેસાચુસેટ્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીમાંથી ગ્રેજ્યુએટ થયેલી કથરીને આ સફળતા પોતાના અલ્ગોરિધમ (કલન ગણિત) દ્વારા પ્રાપ્ત કરી છે. 

કેથરીન ખગોળશાસ્ત્રી નથી, પરંતુ તે કમ્પ્યૂટર અલ્ગોરિધમની નિષ્ણાત છે. તેનું કામ ખગોળશાસ્ત્રીઓ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા બ્રહ્માંડના ડાટાને તસવીરનું સ્વરૂપ આપવાનું છે. આવું જ તેણે બ્લેક હોલની તસવીરની બાબતે કર્યું છે. વૈજ્ઞાનિકો અને ખગોળશાસ્ત્રીઓએ વિવિધ સ્રોતમાંથી બ્લોક હોલ સંબંધિત મહત્વના આંકડા એક્ઠા કર્યા હતા. ત્યાર બાદ કેથરીને આ ડાટાને પોતાના કમ્પ્યૂટર અલ્ગોરિધમ દ્વારા તેને તસવીરનું સ્વરૂપ આપ્યું છે. 

ખગોળશાસ્ત્રીઓએ બુધવારે બ્લેકહોલની પ્રથમ તસવીર દુનિયા સમક્ષ રજૂ કરી હતી. બ્રહ્માંડમાં રહેલા બ્લેકહોલમાં એક મજબૂત ગુરુત્વાકર્ષણ હોય છે અને તે તારાને ગળી ગાય છે. બ્લેક હોલ પૃથ્વીથીલ ગભગ 500 મિલિયન ટ્રિલિયન કિલોમીટરના અંતરે આવેલું છે, જેને 8 જુદા-જુદા ટેલિસ્કોપની મદદથી તસવીરમાં કેદ કરાયું છે. બ્લેકહોલ M87 ગેલેક્સીનો ભાગ છે. 

ખગોળશાસ્ત્રીઓએ બ્રસેલ્સ, શંઘાઈ, ટોકિયો, સેન્ટિયાગો, વોશિંગટન અને તાઈપેમાં જુદી-જુદી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ઘાટા રંગની આકૃતિની પાછળ નારંગી રંગનો ગેસ અને પ્લાઝમા આકાશગંગામાં 5 કરોડ પ્રકાશવર્ષ દૂર એક ઘાટો કાળા રંગનો એક ગોળો દેખાય ચે, જેને M87 કહે છે. હાર્વર્ડ એન્ડ સ્મિથસોનિયનમાં સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સના ઈવેન્ટ હોરિઝન ટેલિસ્કોપ (EHT)ના પ્રોજેક્ટ નિદેશક શેપર્ડ એસ ડોલેમેને જણાવ્યું કે, 'અમે એક બ્લેક હોલની પ્રથમ તસવીર બનાવી છે.'

અંતરિક્ષમાં એક અત્યંત શક્તિશાળી ગુરુત્વાકર્ષણ શક્તિ ધરાવતા એ પિંડ કે સ્થાનના સંપર્કમાં જે કોઈ નાની-મોટી વસ્તુ આવે છે કે પ્રકાશ આવે તો તેને પણ તે પોતાના અંદર અવશોષિત કરી લે છે. આથી તેને વિશાળકાય બ્લેકહોલ (કાળા રંગનું છિદ્ર) તરીકે ઓળખવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news