29 વર્ષની આ મહિલાના કારણે શક્ય બની છે બ્લેક હોલની પહેલી તસ્વીર

મૈસાચુસેટ્સ ઇંસ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીથી ગ્રેજ્યુએટ કૈથરીને આ સફળતા પોતાનાં અલ્ગોરિધમ દ્વારા પ્રાપ્ત કરી છે

29 વર્ષની આ મહિલાના કારણે શક્ય બની છે બ્લેક હોલની પહેલી તસ્વીર

નવી દિલ્હી : વૈજ્ઞાનિકોએ 10 એપ્રીલનાં દિવસે વિશ્વને ઐતિહાસિક તસ્વીર દેખાડી, જેની રાહ દશકોથી જોવાઇ રહી હતી. આ તસ્વીર હતી બ્રહ્માંડમાં રહેલા બ્લેક હોલની. આ અસાધારણ વૈજ્ઞાનીક સિદ્ધિ 200થી વધારે સંશોધકોની એક ટીમે પ્રાપ્ત કરી છે. જો કે આ ટીમમાં એક મહિલા પણ છે. જેના કારણે વિશ્વને આ તસ્વીર મળી શકી છે. આ મહિલાનું નામ કૈથરીન બુમૈન છે. મૈસાચુસેટ્સ ઇંસ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીનાં ગ્રેજ્યુએટ કૈથરીને આ સફળતા પોતાનાં અલ્ગોરિધમ (કલન ગણિત) દ્વારા પ્રાપ્ત કરી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે કૈથરિક ખગોળશાસ્ત્રી નથી પરંતુ તે કોમ્પ્યુટર નિષ્ણાંત છે. તેનું કામ છે ખગોળશાસ્ત્રીઓ દ્વારા પ્રાપ્ત કરાયેલ બ્રહ્માંડનાં ડેટાને તસ્વીરનું સ્વરૂપ આપવું. તેવું તેમણે બ્લેક હોલ મુદ્દે કર્યું છે. વૈજ્ઞાનિકોએ અલગ અલગ સ્ત્રોતના માધ્યમથી બ્લેક હોલ અંગે મહત્વનાં ડેટા એકત્ર કર્યા હતા. ત્યાર બાદ કૈથરિને આ ડેટાને પોતાના કોમ્પ્યુટર અલ્ગોરિધમ દ્વારા તસ્વીરનું સ્વરૂપ આપ્યું હતું. 

ખગોળશાસ્ત્રીઓએ બુધવારે બ્લેકહોલની પ્રથમ તસવીર જાહેર કરી હતી. બ્રહ્માંડમાં રહેલ બ્લેકહોલમાં મજબુત ગુરૂત્વાકર્ષણ હોય છે અને તે તારાઓને ગળી જાય છે. બ્લેકહોલ આશરે 500 મિલિયન ટ્રિલિયન કિલોમીટરનાં અંતરે આવેલું છે, જેને આઠ અલગ અલગ ટેલિસ્કોપની મદદથી તસ્વીરમાં કેદ કરવામાં આવ્યું છે. બ્લેક હોલ M87 ગેલેક્સીનો હિસ્સો છે. 

વૈજ્ઞાનિકોએ બ્રસેલ્સ, શંઘાઇ, ટોક્યો, સૈંટિયાગો, વોશિંગ્ટન અને તાઇપેમાં અલગ અલગ પત્રકાર પરિષદમાં કહ્યું કે, ઘેરા રંગની આકૃતી પાછળ નારંગી રંગનો ગેસ અને પ્લાઝમાં આકાશગંગામાં પાંચ કરોડ પ્રકાશવર્ષ દુર એક કાળો ગોળો દેખાય છે જેને એમ-87 કહે છે. હાવર્ડ એન્ડ સ્મિથસોનિયનમાં સેંટર ફોર એસ્ટ્રોફિઝીક્સનાં ઇવેન્ટ હોરિઝન ટેલિસ્કોપ (ઇએચટી)નાં પ્રોજેક્ટ નિર્દેશક શેપર્ડ એસ ડોલમૈને કહ્યું કે, અમે એક બ્લેક હોલની પહેલી તસવીર લીધી છે. 

અંતરિક્ષમાં ઘણી શક્તિશાળી ગુરૂત્વાકર્ષણ શક્તિવાળું આ પીંડ અથવા કોઇ સ્થાન જે સંપર્કમાં આવનારી દરેક નાની વસ્તુઓને એટલે સુધી કે પ્રકાશને પણ પોતાની અંદર શોષી જાય છે. જેના કારણે તે વિશાળકાય બ્લેક હોલ (કાળારંગનુ છીદ્ર) તરીકે ઓળખાય છે. 

બીજી તરફ ભારતીય વૈજ્ઞાનિકોએ બ્લેકહોલની પ્રથમ તસ્વીરની સરાહના કરી હતી હતી અને તેને અસાધારણ સિદ્ધી ગણાવી છે. વૈજ્ઞાનિકોનાં અનુસાર આ તસ્વીરો અંતરિક્ષના રહસ્યમયી વસ્તુઓ અને મિલ્કી વે જેવી આકાશગંગાઓનાં સમયની સાથે વિકસિત થવા અંગે પ્રકાશ પાડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news