બાંગ્લાદેશમાં ફરીથી નિશાના પર હિન્દુઓ, મંદિરો બાદ 29 મકાનોને લગાવી આગ
બાંગ્લાદેશમાં ઘણા દિવસોથી ચાલી રહેલી કોમી હિંસા વચ્ચે કટ્ટરવાદીઓએ ફરી એકવાર હિન્દુઓને નિશાન બનાવ્યા છે. દુર્ગા પૂજા તહેવાર દરમિયાન ગયા અઠવાડિયે મંદિરના તોડફોડના વિરોધમાં લઘુમતી સમુદાયના પ્રદર્શન વચ્ચે હુમલાખોરોના એક જૂથે હિન્દુઓના લગભગ 29 મકાનોને આગ ચાંપી હતી
Trending Photos
ઢાકા: બાંગ્લાદેશમાં ઘણા દિવસોથી ચાલી રહેલી કોમી હિંસા વચ્ચે કટ્ટરવાદીઓએ ફરી એકવાર હિન્દુઓને નિશાન બનાવ્યા છે. દુર્ગા પૂજા તહેવાર દરમિયાન ગયા અઠવાડિયે મંદિરના તોડફોડના વિરોધમાં લઘુમતી સમુદાયના પ્રદર્શન વચ્ચે હુમલાખોરોના એક જૂથે હિન્દુઓના લગભગ 29 મકાનોને આગ ચાંપી હતી. 'BDNews24.Com' ના સમાચાર અનુસાર, રવિવારે મોડી રાત્રે રંગપુર જિલ્લાના પીરગંજ ગામમાં હિન્દુઓના ઘરોને નિશાન બનાવવામાં આવ્યા છે.
ફેસબુક પોસ્ટ દ્વારા ફેલાય છે અફવાઓ
આ સમાચારમાં રંગપુર એસપી મોહમ્મદ કામરુજમ્મનને ટાંકીને જણાવ્યું હતું કે એક ફેસબુક પોસ્ટથી એવી અફવા ફેલાઈ હતી કે ગામના એક યુવાન હિન્દુએ "ધર્મનું અપમાન" કર્યું છે, ત્યારબાદ પોલીસ ત્યાં દોડી આવી હતી. સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે પોલીસ માણસના ઘરની બહાર તૈનાત હતી, જ્યારે હુમલાખોરોએ અન્ય મકાનોને આગ લગાવી દીધી હતી. ફાયર કંટ્રોલ રૂમે કહ્યું કે પીરોગંજ મજીપરા વિસ્તારમાં 29 મકાનો, બે રસોડા, બે કોઠાર અને સૂકા ઘાસના 20 ઢગલા સળગાવી દેવામાં આવ્યા છે. સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે 'અનિયંત્રિત ટોળા'એ આગ શરૂ કરી હતી.
ગુરમીત રામ રહીમ સિંહને આજીવન કેદની સજા, સેવાદાર રણજીત મર્ડર કેસમાં આવ્યો નિર્ણય
હિન્દુ મંદિરો પર હુમલા
સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે ફાયર વિભાગને રવિવારે રાત્રે 9.45 વાગ્યે આગની માહિતી મળી હતી અને સોમવારે સવાર સુધીમાં આગને કાબૂમાં લાવી શકાશે. હાલમાં આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. મળતી માહિતી મુજબ, કોમીલા વિસ્તારમાં એક દુર્ગા પૂજા પંડાલમાં આગ લગાવવાની ઘટના કથિત નિંદા બાદ ફેલાયેલા કોમી તણાવને કારણે હતી. ગત સપ્તાહે કોમીલા વિસ્તારમાં બનેલી ઘટનાને પગલે હિન્દુ મંદિરો પર હુમલા અને પોલીસ અને હુમલાખોરો વચ્ચે કોમીલા, ચાંદપુર, છટગ્રામ, કોક્સ બજાર, બાંદરબાન, મૌલવીબજાર, ગાઝીપુર, ફેની સહિતના ઘણા જિલ્લાઓમાં ઘર્ષણ થયું હતું.
દિવાળી પહેલા ગોલ્ડ ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, સોના-ચાંદીના ભાવમાં ભારે ધટાડો
ચાર હિન્દુ શ્રદ્ધાળુઓના મોત
સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે હુમલા બાદ સોશિયલ મીડિયા પર કોમી નફરત ફેલાવવા બદલ ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદે આરોપ લગાવ્યો છે કે ચાંદપુર અને નોઆખલીમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા ચાર હિન્દુ યાત્રાળુઓ માર્યા ગયા હતા. દરમિયાન, એન્ટી ક્રાઈમ રેપિડ એક્શન બટાલિયન (RAB) એ હિન્દુ લઘુમતી સમુદાયની દુકાનો અને મંદિરોમાં તોડફોડ કરવા બદલ ફેનીમાં વધુ બે લોકોની ધરપકડ કરી છે.
(INPUT: ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે