મેક્સિકો સિટીમાં મેટ્રો પસાર થતા અચાનક તૂટ્યો પુલ, હવામાં લટક્યા કોચ, અત્યાર સુધી 23ના મોત

મેક્સિકોની રાજધાની મેક્સિકો સિટીમાં સોમવારે રાત્રે મેટ્રો પુલનો એક સ્તંભ ધરાશાયી થવાથી કાટમાળમાં દટાવાને કારણે 23 લોકોના મોત થયા છે.
 

મેક્સિકો સિટીમાં મેટ્રો પસાર થતા અચાનક તૂટ્યો પુલ, હવામાં લટક્યા કોચ, અત્યાર સુધી 23ના મોત

મેક્સિકો સિટીઃ મેક્સિકોની રાજધાની મેક્સિકો સિટીમાં સોમવારે રાત્રે મેટ્રો પુલનો એક સ્તંભ ધરાશાયી થવાથી કાટમાળમાં દટાવાને કારણે 23 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના સમયે પુલ ઉપરથી પસાર થઈ રહેલી મેટ્રો ટ્રેનના કોચ હવામાં લટકી ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 70 લોકો ઈજાગ્રસ્ત છે, જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર છે. 

હજુ દુર્ઘટના સ્થળે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે
દુર્ઘટનાના તત્કાલ બાદ ઘટનાસ્થળે પહોંચેલા કટોકટી અને બચાવકર્મીઓએ કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢવાનું કામ શરૂ કર્યુ. ઘટનાસ્થળ પર એક ક્રેનની મદદથી કાટમાળને હટાવવામાં આવી રહ્યો છે. બચાવકર્મીઓ કાટમાળની નજીક જઈને ફસાયેલા લોકોની જાણકારી મેળવી રહ્યાં છે. મેટ્રોમાં સફર કરનાર ઘણા લોકોને ઈજા થવાની સૂચના છે, પણ તેની પુષ્ટિ થઈ શકી નથી. 

— Yessi 🇲🇽 (@HamiltonYessica) May 4, 2021

મેયરે કહ્યું- અનેકની સ્થિતિ ગંભીર
મેક્સિકો સિટીના મેયર ક્લાઉડિયા શિનબૌમે કહ્યુ કે, 49 ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમાંથી સાતની સ્થિતિ ગંભીર છે, તેની સર્જરી થઈ રહી છે. શિનબૌમે કહ્યુ કે, ઘટનાસ્થળેથી એક મોટર ચાલકને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યો છે, જે રસ્તા કિનારે ફસાયો હતો. 

મેટ્રો પુલનો સ્તંભ પડવાથી થઈ દુર્ઘટના
મેયરે જણાવ્યું કે, પુલનો એક સ્તંભ પડી જવાથી આ દુર્ઘટના થઈ. સ્તંભ ધરાશાયી થવાને કારણે એક ભાગ રસ્તા પર પડ્યો, જેમાં કાટમાળમાં ઘણી કાર દબાઈ ગઈ. તેમણે આશંકા વ્યક્ત કરી કે કેટલાક લોકો મેટ્રોની અંદર ફસાયેલા હોઈ શકે છે. તેમણે કહ્યું કે, અમને ખ્યાલ નથી તે જીવીત છે કે નહીં. દુર્ભાગ્યથી મૃત્યુ પામનારમાં બાળકો પણ સામેલ છે, તેમણે કહ્યું કે, આ વિશે વિસ્તૃત જાણકારી નથી. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news