GTU ની ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ, પ્રથમ દિવસે 99 ટકા વિદ્યાર્થીઓએ આપી એક્ઝામ
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા ડિપ્લોમા અને ડિગ્રી સેમેસ્ટર 1 અને 2 ના વિવિધ શાખાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ આજરોજથી કરવામાં આવ્યો છે
Trending Photos
અતુલ તિવારી/ અમદાવાદ: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા ડિપ્લોમા અને ડિગ્રી સેમેસ્ટર 1 અને 2 ના વિવિધ શાખાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ આજરોજથી કરવામાં આવ્યો છે. કોવિડ-19ના સમયમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને કોઈ પણ પ્રકારનું જોખમ ઊભુંના થાય તથા તેમના અભ્યાસને પણ કોઇ પણ પ્રકારની હાનીના પહોંચે તેની સંપૂર્ણ તકેદારીના ભાગરૂપે તમામ શાખાઓ માટે ઓનલાઈન પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવેલ છે. જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠ અને કુલસચિવ ડો. કે. એન.ખેરે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
આજરોજ સેમેસ્ટર 1 અને 2 ની પરીક્ષાના પ્રથમ દિવસે જ ડિગ્રીના 99.14 ટકા અને ડિપ્લોમાના 98.79 ટકા વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક ઓનલાઈન પરીક્ષા આપી. કોરોના મહામારીના કાળમાં વિદ્યાર્થીઓએ મોબાઇલ, લેપટોપ અને ડેસ્કટોપ જેવા ઉપકરણો દ્વારા સફળતાપૂર્વક ઓનલાઈન પરીક્ષા આપી છે.
આગામી દિવસોમાં અન્ય વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે પણ ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરાશે. જેનાથી જીટીયુમાં અભ્યાસ કરતાં અન્ય રાજ્યોના અને વિદેશી વિદ્યાર્થીઓ તેમના વતનમાં રહીને ઓનલાઈન પરીક્ષા આપી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે