Nobel Prize: અમેરિકાના લુઈસ ગ્લુકને મળ્યો સાહિત્યનો નોબલ પુરસ્કાર, આ છે તેમની ખાસિયત

સ્વીડિસ એકેડમીએ પુરસ્કારની જાહેરાત કરતા કહ્યું કે, લુઈસને તેમની બેમિસાલ કાવ્યાત્મક અવાજ (unmistakable poetic voice) માટે આ સન્માન આપ્યું છે, જે સહજતાથી વ્યક્તિગત અસ્તિત્વને સાર્વત્રિક બનાવે છે.

Nobel Prize: અમેરિકાના લુઈસ ગ્લુકને મળ્યો સાહિત્યનો નોબલ પુરસ્કાર, આ છે તેમની ખાસિયત

સ્ટોકહોમઃ વર્ષ 2020નો સાહિત્યનો નોબલ પુરસ્કાર અમેરિકી કવયિત્રી લુઈસ ગ્લૂકને આપવામાં આવ્યો છે. સ્વીડિસ એકેડમીએ પુરસ્કારની જાહેરાત કરતા કહ્યું કે, લુઈસને તેમની બેમિસાલ કાવ્યાત્મક અવાજ (unmistakable poetic voice) માટે આ સન્માન આપ્યું છે, જે સહજતાથી વ્યક્તિગત અસ્તિત્વને સાર્વત્રિક બનાવે છે.

બે દિવસ પહેલા ત્રણ વૈજ્ઞાનિકોને વર્ષ 2020નો ફિઝિક્સનો નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર તેમને બ્લેક હોલને સમજવા તેમના ઊંડા અભ્યાસ માટે આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર રાશિને અડધી વૈજ્ઞાનિક રોજર પેનરોસ અને બાકી અડધી સંયુક્ત રૂપથી રેનહાર્ડ જેનજેલ અને એન્ડ્રિયા ગેઝને આપવામાં આવશે. 

— The Nobel Prize (@NobelPrize) October 8, 2020

કવયિત્રી લુઈસ યેલ યુનિવર્સીટમાં અંગ્રેજીના પ્રોફેસર છે. તેમનો જન્મ 1943મા ન્યૂયોર્કમાં થયો હતો. મહત્વનું છે કે વર્ષ 2019મા સાહિત્યનો નોબલ પુરસ્કાર ઓસ્ટ્રેલાઈ મૂળના લેખક પીટર હેન્ડકાને આપવામાં આવ્યો હતો. તેમને આ પુરસ્કાર ઇનોવેટિવ લેખન અને ભાષામાં નવા પ્રયોગો માટે આપવામાં આવ્યો હતો. તો 2018મા સાહિત્યનો નોબલ 57 વર્ષના પોલિશ લેખક ટોકાર્ચુકને જીવનના વર્તુળોથી ઉપર એક કથાત્મક પરિકલ્પના કરવા માટે આપવામાં આવ્યો હતો. 

નોબલ પુરસ્કારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું કે રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાઇન્સેઝે ફિઝિક્સનો નોબલ પુરસ્કાર રોજર પેનરોસને અને બીજાને સંયુક્ત રૂપથી રેનહાર્ડ જેનજેલ અને એન્ડ્રિયા ગેઝને આપવાનો નિર્ણય લીધો છે. નોબલ પુરસ્કાર મેળવનાર મહિલા વૈજ્ઞાનિક એન્ડ્રિયા ગેઝ વર્ષ 1965મા અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં જનમ્યા હતા. તો લોરિએટ રેનહાર્ડનો જન્મ 1952મા જર્મનીના બેડ બેમબર્ગ વોર ડેર હોહેમાં થયો હતો.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news