હત્યા કે સામૂહિક આત્મહત્યા? એક જ પરિવારના 16 લોકોના મોતથી ખળભળાટ

Crime News Haiti: કેરેબિયન દેશ હૈતીથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં એક પરિવારના 16 લોકોના સંદિગ્ધ પરિસ્થિતોમાં મૃતદેહ મળી આવ્યા છે. મામલો દક્ષિણી હૈતીના સેગુઇન શહેરનો છે. 

હત્યા કે સામૂહિક આત્મહત્યા? એક જ પરિવારના 16 લોકોના મોતથી ખળભળાટ

16 people died in Haiti: દક્ષિણી હૈતીમાં એક જ પરિવારના 16 લોકોની સંદિગ્ધ પરિસ્થિતિઓમાં મોતથી ખળભળાટ મચી ગયો છે. પડોશીઓનું માનીએ તો ઝેર ખાવાથી પરિવારનું મોત નિપજ્યું છે. પરંતુ અહીં મોટાભાગે પૈસા માટે કેટલાક અપરાધી ગેંગના લોકોને મોતને ઘાટ પણ ઉતારી દે છે. એટલા માટે પોલીસે આ કેસની તપાસ કરી રહી છે. જોકે અત્યાર સુધી એવા કોઇ પુરાવા પોલીસને મળ્યા નથી. કેસમાં આગામી કાર્યવાહી જાહેર કરી છે. 

કેરેબિયન દેશ હૈતીથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં એક પરિવારના 16 લોકોના સંદિગ્ધ પરિસ્થિતોમાં મૃતદેહ મળી આવ્યા છે. મામલો દક્ષિણી હૈતીના સેગુઇન શહેરનો છે. જોકે રાજધાની પોર્ટ-ઔ-પ્રિંસથી 48 કિલોમીટર દૂર છે. હાલ મોતના કારણો પણ જાણી શકાયા નથી. પરંતુ રોયટર્સના અનુસાર પડોશીઓને ઝેરથી પરિવારના મોતની આશંકા વ્યક્ત કરી છે. 

હૈતીના દક્ષિણપૂર્વ વિભાગના ઉચ્ચ અધિકારી જુડ પિયર મિશેલ લાફોન્ટેન્ટના જણાવ્યા અનુસાર, મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ગ્લોબલ ઇનિશિયેટિવ અગેઇન્સ્ટ ટ્રાન્સનેશનલ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ અનુસાર આ વિસ્તારમાં ઘણા આપરાધિક ગ્રુપ સક્રિય છે, જેઓ પૈસા માટે લોકોનું અપહરણ કરે છે અને ક્યારેક તેમની હત્યા પણ કરે છે. આ કેસની પણ તપાસ કરવામાં આવી રહી છે કે શું કોઈ ગેંગે પૈસાની લાલચમાં પરિવારના 16 સભ્યોની હત્યા કરી હશે. કારણ કે હૈતી એક ગરીબ દેશ છે.

હૈતીની વસ્તી લગભગ 5 મિલિયન છે, પરંતુ લોકો માટે દિવસમાં બે સમયનું ભોજન પણ ખાવું મુશ્કેલ છે. કોલેરા જેવા રોગો સામાન્ય બની ગયા છે. આપરાધિક ગેંગ પૈસા માટે હત્યા જેવા ગુનાઓને અંજામ આપે છે. જો કે, 16 લોકોના મૃત્યુના કિસ્સામાં પોલીસને એવા કોઈ પુરાવા મળ્યા નથી કે જે સૂચવે છે કે કોઈ ગેંગે તેમની હત્યા કરી છે. તેમ છતાં પોલીસ દરેક એંગલથી કેસની તપાસ કરી રહી છે. ઘર સીલ કરી દેવામાં આવ્યું છે. ફોરેન્સિક ટીમ પણ પોતાની કામગીરી કરી રહી છે.

સંયુક્ત રાષ્ટ્રની એક રિપોર્ટના અનુસાર હૈતીમાં પરિસ્થિતિ યોગ્ય નથી. ગત વર્ષે હૈતીમાં થયેલી હિંસામાં લગભગ 5,000 લોકોનો જીવ ગયો હતો. તે સમયે કેરેબિયાઇ રાષ્ટ્રની બંદૂકધારી પોલીસને પણ હિંસાને રોકવા માટે આકરી મહેનત કરવી પડી. 

હૈતીમાં આવી પરિસ્થિતિ કેમ પેદા થઇ? 
હૈતીમાં પરિસ્થિતિ બગડવાની શરૂઆત 2021 માં થઇ જ્યારે રાષ્ટ્રપતિ જોવેનલ મોઇસની તેમના ઘરમાં ઘૂસીને હત્યા કરી દીધી હતી. તેના લીધે દેશમાં ઉથલ પાથલ મચી ગઇ. રાષ્ટ્રપતિની હત્યા લોકો માટે એક આધાત હતો. પરંતુ ગેંગ્સએ તેને એક ઘટના તરીકે જોઇ અને દેશ પર કંટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. તેના લીધે અવાર નવાર અલગ અલગ ગેંગ્સના સભ્યો દેશના અલગ અલગ ભાગમાં આતંક મચાવતા રહે છે. દેશમાં લગભગ 150 ગેંગ્સ છે, જે રાજધાની પોર્ટ ઓ પ્રિંસ પર કબજા પર એકબીજા સાથે લડતા રહે છે. રસ્તા પર ખૂન ખરાબા તો સામાન્ય વાત થઇ ગઇ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news