15 વર્ષની ગીતાંજલિ રાવે જીત્યું ટાઇમ મેગેઝિનનું 'કિડ ઓફ ધ યર'નું ટાઇટલ
ગીતાંજલી રાવ કોઈ સામાન્ય બાળક નથી, પરંતુ તેણે નાની ઉંમરમાં અનેક કારનામા કર્યા છે. તે એક વૈજ્ઞાનિક અને ઇનોવેટર છે.
Trending Photos
ન્યૂયોર્કઃ જાણીતા ટાઇમ મેગેઝિનના 'કિડ ઓફ ધ યર'નો ખિતાબ ભારતીય મૂળની ગીતાંજલિ રાવને આપવામાં આવ્યો છે. ટાઇમે પોતાના કવર પેજમાં 15 વર્ષની ગીતાંજલીને સ્થાન આપ્યું છે. ગીતાંજલી રાવ કોઈ સામાન્ય બાળક નથી, પરંતુ તેણે નાની ઉંમરમાં અનેક કારનામા કર્યા છે. તે એક વૈજ્ઞાનિક અને ઇનોવેટર છે. ટાઇમ મેઝેટિન માટે હોલીવુડી સુપરસ્ટાર એન્જલીના જોલીએ ગીતાંજલિનું ઈન્ટરવ્યૂ લીધું છે.
ગીતાંજલિ રાવને 5,000થી વધુ ઉમેદવારોના ક્ષેત્રથી ટાઇમના પ્રથમ બાળકના રૂપમાં પસંદ કરવામાં આવી છે.
ઈન્ટરવ્યૂ દરમિયાન રાવે પોતાના અચંબિત કરનારા કામ વિશે તકનીકનો ઉપયોગ કરતા દૂષિત પેયજલથી લઈને ઓપિયોડની લત અને સાઇબરબુલિંગ સુધીના મુદ્દા અને વિશ્વભરની સમસ્યાઓનો હલ કરવા માટે યંગ ઇનોવેટર્સનો એક વૈશ્વિક સમુદાય બનાવવાના પોતાના મિશન વિશે વાત કરી હતી.
Introducing the first-ever Kid of the Year, Gitanjali Rao https://t.co/Hvgu3GLoNs pic.twitter.com/4zORbRiGMU
— TIME (@TIME) December 3, 2020
ટાઇમ મેગેઝિનમાં છપાયેલા ઈન્ટરવ્યૂ અનુસાર વીડિયો ચેટ દરમિયાન રાવશાનદાર મગજ અને ઉદાર આત્માના માધ્યમથી ચમકે છે. રાવે કહ્યું કે, તેની પેઢી ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે જે તેણે પહેલા ક્યારેય જોઈ નથી.
રાવે કહ્યું કે, છતાં પણ એક સમયમાં આપણે જૂની સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છીએ જે હજુ યથાવત છે. જેમ કે આપણે અહીં એક નવી વૈશ્વિક મહામારી વચ્ચે બેઠા છીએ અને આપણે હજુ પણ માનવાધિકારના મુદ્દાનો સામનો કરી રહ્યાં છીએ. એવી સમસ્યાઓ છે જે આપણે ઉભી કરી નથી પરંતુ આપણે તેને ઉકેલવી પડશે. જેમ કે જળવાયુ પરિવર્તન અને ટેક્નોલોજીની શરૂઆતની સાથે સાઇબરબુલિંગ છે.
TV પર લાઇવ વેક્સિનનો ડોઝ લેવા તૈયાર થયા ત્રણ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ, જાણો કારણ
ઈન્ટરવ્યૂમાં રાવે કહ્યુ કે, મને લાગે છે કે હજુ કંઈ નથી, આપણે બસ તે જાણકારી મેળવવાની જરૂર છે કે અમે જે વસ્તુ વિશે ભાવુક છીએ અને તેને હક કરીએ. ભલે તે નાનું હોય પરંતુ હું કચરાને ઉપાડવાની એક સરળ રીત શોધવા ઈચ્છુ છું. બધો ફેર પડે છે. કંઈ મોટું કરવા માટે ત્યારે દબાવ ન અનુભવો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે