LRD ભરતીમાં અનામત માટે માલધારી સમાજની મહિલાઓ દ્વારા મહા રેલી

લોક રક્ષકની પરીક્ષામાં માલધારી સમાજને અન્યાયનો મામલે પોરબંદરમાં માલધારી સમાજની મહીલાઓ દ્વારા રેલી યોજાશે. હજારોની સંખ્યામાં રબારી, ચારણ અને ભરવાડ સમાજની મહીલાઓ રેલીમાં જોડાશે. શહેરના શિતલાચોકથી લઈને જિલ્લા પંચાયત સુધી મહારેલી યોજાશે. પોરબંદર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપશે. આદિજાતિ વિભાગ દ્વારા અન્યાય કર્યાના આક્ષેપ સાથે આંદોલન કરાઈ રહ્યુ છે. પોરબંદરમાં છેલ્લા 12 દિવસથી કલેકટર કચેરી બહાર માલધારીઓ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે.

Trending news