વેલકમ 2020: સ્ટેચ્યૂ ઓફ યુનિટી બન્યું આકર્ષણનું કેન્દ્ર
તહેવારનો માહોલ નવા વર્ષના વધામણાં એટલે 31 ડિસેમ્બર સુધી ચાલશે જેથી પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા કેવડિયા ગાળવાનું પસંદ કરે છે. અત્યારે રોજના 25 હજાર પ્રવાસીઓ નોંધાઈ રહ્યા છે 31 ડિસેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ટિકિટો નું 100 ટકા બુકિંગ થઇ ગયું છે. હાલ પ્રવાસીઓ ને માત્ર 150 રૂપિયાની ટિકિટ મળી રહી છે, ત્યારે પ્રવાસીઓ માં વ્યૂઇંગ ગેલેરી નહિ જોઈ શકવાનો રોષ છે. પરંતુ તંત્ર પણ આ બાબતે લાચાર છે અને કહી રહ્યા છે કે વ્યૂહ ગેલેરીની ટિકિટ 100 ટકા બુકિંગ થઇ છે પરંતુ 150 વળી ટિકિટ તો પ્રવાસીઓ ને ઓનલાઇન અને ઓફ લાઈન પણ મળશે. આ સિવાય ઘણું બધું જોવાનું છે ની વાત સાથે 100 બસો પણ તંત્ર દ્વારા પ્રવાસીઓને તકલીફ ના પડે એ માટે વ્યવસ્થા કરી છે.