Viral Video : tiktokની લ્હાયમાં બે યુવાનોએ હાથ પર બ્લેડ મારતો વીડિયો બનાવ્યો

મહાશિવરાત્રીના પર્વ પર જૂનાગઢની મુલાકાતનોઅનેરો મહિમા હોય છે. લાખો લોકો આ પર્વ દરમિયાન જૂનાગઢ પહોંચે છે. આવો જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં લોકો જીવના જોખમે સવારી કરી રહ્યા છે. ટ્રેનમાં એન્જિન પાસે, દરવાજા પાસે, છત પર જ્યાં જગ્યા મળી ત્યાં લોકો ચડી ગયા છે. છત પરથી પડી જવાય તે રીતે લોકો બેઠા હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. મહાશિવરાત્રીએ જૂનાગઢના મેળામાં ભાગ લેવાની શ્રદ્ધા અને આસ્થા યોગ્ય છે, પરંતુ આ રીતે જોખમી સવારી કેટલી યોગ્ય છે તે એક સવાલ છે. તો બીજી તરફ, પંચમહાલમાં ટિકટોકનું ભૂત ફરી ધૂણ્યું છે. બે યુવાનોનો હાથ પર બ્લેડ મારતો વીડિયો વાયરલ થયો છે. કાલોલના સુરેલીવાંટા ગામના બે યુવાનોના ટીકટોક વીડિયો વાયરલ થયા છે.

Trending news