સંયુક્ત રાષ્ટ્રે મસૂદ અઝહરને જાહેર કર્યો આંતરરાષ્ટ્રીય આતંકવાદી

ભારતને બુધવારે ઘણી મોટી કુટનૈતિક સફળતા પ્રાપ્ત થઈ છે. જૈશ-એ-મોહમ્મદના સ્થાપક અને વડા તથા પાકિસ્તાનનો નાગિરક એવા મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 સમિતિ દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. આ પહેલા ચીને મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની યાદીમાં મસૂદ અઝહરનું નામ સામેલ કરવા મુદ્દે પોતાનો વિરોધ પાછો ખેંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મસૂદ અઝહર ભારતમાં થયેલા અનેક મોટી આતંકી હુમલાનો મુખ્ય સૂત્રધાર રહ્યો છે.

Trending news