ભારે વરસાદ બાદ પાણીજન્ય રોગચાળાને લઈને તંત્ર એલર્ટ
આ વર્ષે વરસાદ વધારે પ્રમાણમાં વરસ્યો છે. જેના કારણે પાણીજન્ય રોગચાળા ફેલાઈ રહ્યા છે. રોગચાળો વધારે ન ફેલાઈ તે માટે તંત્રએ આગમચેતીના ભાગ રૂપે આગોતરા પગલા લેવામાં આવ્યા છે. જેને પગલે ૪ લાખ મચ્છરદાની આપવામાં આવી છે. તો ૨૩૫ ટીમો તપાસમાં લાગાડી દેવામાં આવી છે. તંત્રએ દર્દીઓને વધારે પ્રવાહી લેવાની સલાહ આપવામાં આવી છે. જામનગરમાં વધારે રોગચાળાની અસર જોવા મળી છે. તેના કારણે ૭ હજાર ૬૫૦ પોઝીટીવ દર્દીઓ જોવા મળ્યા છે. જામનગરમાં પરીસ્થિતીને પહોચી વળવા માટે કમિશનર અને તબીબોની ટીમ ગાંધીનગર થી મોકલવામાં આવી છે.