ટુકડે ટુકડે ગેંગ કરી રહી છે દેશને બરબાદ: જિતુ વાઘાણી

આજે CAA ના વિરોધ માં વકફ બોર્ડ દ્વારા ભારત બંધ ના એલાનને રાજ્યમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. સુરત જેવા શહેરો માં પોલીસ પર હુમલા ની પણ ઘટના સામે આવી છે.ત્યારે દિલ્લી ખાતે શાહીનબાગ માં CAA ના વિરોધ માં વિસ્તાર ચક્કાજામ કરવામાં આવ્યો છે ત્યાં આજે ગુજરાત કોંગ્રેસના બે ધારાસભ્ય શાહીનબાગ ના સમર્થન માં પહોંચી જતા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. તેમને પોતાની પ્રતિક્રિયા માં કોંગ્રેસ નો CAA ના વિરોધ માં હાથ અને લોકો ને ખોટી રીતે ઉશ્કેરવા ની કામગીરી કરી રહી હોવાનું જણાવ્યું હતું.

Trending news