અમદાવાદ: સતત 12માં વર્ષે કાંકરિયા કાર્નિવલનો રંગારંગ પ્રારંભ

સતત 12માં વર્ષે કાંકરિયા કાર્નિવલનો આજે રંગેચંગે પ્રારંભ થયો છે. મુખ્યમંત્રીએ દીપ પ્રાગટ્ય કરી કાર્નિવલનો શુભારંભ કરાવ્યો છે. 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી આ કાર્નિવલ ચાલશે. મુખ્યમંત્રીએ કાર્નિવલમાં આવ્યા બાદ ઇલેક્ટ્રિક બસનું નિરીક્ષણ કરી 32 બસોનું ફ્લેગ ઓફ કર્યું હતું. તેની સાથે સાથે ઇલેક્ટ્રિક સાયકલ અને સ્કૂટરનું પણ લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બિજલ પટેલ અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલ હાજર રહ્યા.

Trending news