વરસાદ માટે સોમનાથમાં અનોખી પૂજા
જિલ્લામાં વાયુ વાવાઝોડા બાદ વરસાદ લંબાતા ખેડૂતો તેમજ વેપારીઓ અને લોકો વરસાદ માટે અનેક પ્રાર્થના તેમજ વિવિધ કાર્યક્રમો કરી રહ્યાં છે. ત્યારે પ્રભાસતીર્થમાં સોમપુરા બ્રહ્મ સમુદાય દ્વારા વરુણ દેવને રીઝવવા અનોખી પૂજા કરવા માં આવે છે. જેમાં શિવલિંગને પાણીમાં ડુબાડી મહાદેવને મુંઝારો આપવામાં આવે છે.