ભાવનગરમાં પુત્રએ કરી પિતાની હત્યા, પોલીસે કરી પુત્રની ધરપકડ

ભાવનગરના સિહોરના કનાડ ગામે પિતા પુત્ર વચ્ચે હિંસક મારામારીની ઘટના સામે આવી છે. સામાન્ય બબાલમાં પિતા પર પુત્રએ જીવલેણ હુમલો કર્યો હતો. હકુભા ગોહિલ પર પુત્ર યુવરાજસિંહએ હુમલો કર્યો હતો. મારામારીમાં હકુભાને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. હકુભા ગોહિલનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

Trending news