ડાંગર રોપનારા ખેડૂતોની કેમ વધી ચિંતા? જુઓ 'ગામડું જાગે છે'
સાબરકાંઠાનો પ્રાંતિજ તાલુકો ડાંગરની સૌથી વધુ ખેતી કરતો તાલુકો છે. અને તે પણ સલાલ ડાંગરની. પરંતુ સતત બીજા વર્ષે વરસાદની અછતના એંધાણ વર્તાતા ખેડૂતો નિરાશ થયા છે. નદી, તળાવ અને કુવાના તળ નીચે જતાં રહેતાં ક્યાંય પાણીનો આવરો ન બચ્યો હોય તેવું ખેડૂતોને લાગી રહ્યું છે. ત્યારે મેઘરાજા વરસે તેવી પ્રાર્થના કરવા સિવાય ખેડૂતો પાસે કોઈ ચારો જ બચ્યો નથી.