અમેરિકા અને ઇરાન વચ્ચેની તણાવભરી સ્થિતિની સીધી અસર ભારત પર પડવાની શક્યતા
અમેરિકા અને ઇરાન વચ્ચેની તણાવભરી સ્થિતિની સીધી અસર ભારત પણ થવાની છે કારણ કે ભારત પોતાની જરુરિયાતના 80 ટકા ક્રુડ આયાત કરે છે. આ સંજોગોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં વધેલા ક્રુડના ભાવની અસર ભારતમાં આગામી સપ્તાહે જોવા મળી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભલે ક્રુડના ભાવમાં 4 ડોલરનો વધારો થયો પરંતુ ભારતમાં હજુ ભાવ વધારાની અસર થઇ નથી.