2જી ઓક્ટોબરે અમદાવાદ સહિતના રેલવે સ્ટેશનને કરાશે પ્લાસ્ટિક મુક્ત
2 જી ઓક્ટોબરથી રેલ્વે સ્ટેશન પર સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદ સહિત તમામ રેલ્વે સ્ટેશનને પ્લાસ્ટિક મુક્ત કરાશે. ગાંધીજીની જન્મ જયંતીના દિવસથી સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત સ્ટેશન બનાવાશે. જે માટે અત્યારથી જ પ્લાસ્ટિક મુક્તિ માટે તમામ સ્ટેશન પર સ્વચ્છતા પખવાડીયુ યોજાઈ રહ્યું છે. સ્ટેશન પર લોકોને પ્લાસ્ટિક ન વાપરવા અને ગંદકી ન કરવા મેસેજ આપવામાં આવી રહ્યાં છે.