અમદાવાદ-રાજકોટમાં હેલ્મેટ વગર જોવા મળ્યા પોલીસકર્મી, વિડીયો થયો વાયરલ

ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરતા વધુ એક ટ્રાફિક પોલીસનો હેલ્મેટ પહેર્યા વગર બાઇક ચલાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થયો છે, શાહપુર રેંટિયાવાડી પાસે હેલ્મેટ પહેર્યા વગર બાઇક પર પસાર થઇ રહેલા ટ્રાફિક કોન્સ્ટેબલને એક જાગ્રૃત નાગરિકે બૂમો પાડી હતી કે, તમે હેલમેટ કેમ નથી પહેર્યું. આ ઘટનાથી લોકોના ટોળાં ભેગા થઇ જતાં બાજુમાં ઉભેલી ટ્રાફિક પોલીસ આવી ગઇ હતી અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટ્રાફિક કોન્સ્ટેબલ લાખનસિંહ ગંગારામને રૂ.100ના દંડની રસીદ આપી દંડ ભરાવ્યો હતો.

Trending news