અમદાવાદમાં ગુજરાતી ગાયક જીગ્નેશ કવીરાજે કરી પોલીસ ફરિયાદ

પ્રખ્યાત ગુજરાતી કલાકાર જીગ્નેશ કવિરાજ દ્વારા સાયબર ક્રાઇમમાં અરજી કરવામાં આવી છે. તેનાં નામનું ખોટુ ફેસબુક એકાઉન્ટ કોઇ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જીગ્નેશે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં કરેલી ફરિયાદ અનુસાર ફેસબુકમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા તેનાં નામનું એકાઉન્ટ બનાવીને તેની તસ્વીરો મુકવામાં આવી હતી. આ ઉપરાંત આ વ્યક્તિ તેનાં ફેન્સ સાથે વાતચીત પણ કરતો હોવાનું સામે આવ્યું છે. તેના ચાહકોની સાથે પણ જીગ્નેશ કવિરાજ તરીકે વાતચીત કરતા હોવાનું સામે આવ્યું છે.

Trending news