લંપટ નિત્યાનંદને શોધવા પોલીસ મારી રહી છે ફાંફાં
વિવાદોમાં સપડાયેલા સ્વામી નિત્યાનંદ કયાં છે હાલ તે પ્રશ્ન મહત્વનો છે. આશ્રમમાંથી બે યુવતિઓ ગુમ થયા બાદ નિત્યાનંદ ક્યાં છે અને હાલ શું કરી રહ્યો છે તે માહિતી જાણવા પ્રયાસ થઈ રહ્યા છે. સૂત્રો અનુસાર સ્વામી નિત્યાનંદ ભારતમાંથી ફરાર થઈ અમેરિકાના હોન્ડુરાસ પાસેના બેલિઝ દેશમાં સંતાયો છે. નિત્યાનંદને શોધવા ભલે ગુજરાત પોલીસ ફાંફા મારી રહી હોય પરંતુ તે તે 2018માં કર્ણાટક પોલીસને પણ હાથતાળી આપી ફરાર થઈ ગયો છે. કર્ણાટકમાં તેના આશ્રમમાં કાગડા ઉડે છે. બેલિઝમાં તે કર્ણાટક આશ્રમ જેવો બેકગ્રાઉન્ડ ઉભો કરી સ્તસંગના વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુકે છે. કર્ણાટકમાં 2010ના સેકેસ કાંડ અને દુષ્કર્મ કાંડમાં નિત્યાનંદ આરોપી છે.પરંતુ કેસ શરૂ થાય તે પહેલાંજ તેણે જામી મેળવી લીધા હતા.આ કેસમાં ચાર્જ ફ્રેમ થવાનો હતો તે સમયેજ તેણે પાસપોર્ટ રિન્યુની અરજી કરી હતી જેનો સીઆડીએ વિરોધ કર્યો હતો. નિત્યાનંદને જ્યારે કોર્ટમાં હાજર થવાનો હુકમ થયો તે સમયે તે લાપતા થઈ ગયો.