સુષમા સ્વરાજે જાહેર જીવનમાં એક ઉદાહરણ પૂરુ પાડ્યું: પીએમ મોદી
પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજ એક અદભૂત વ્યક્તિ હતા, તેઓ પાસેથી હું સતત શીખતો આવ્યો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હ્રદયસ્પર્શી શબ્દો સાથે સુષમા સ્વરાજને શબ્દાંજલિ અર્પિત કરી હતી. સુષમા સ્વરાજની પ્રાર્થના સભામાં પીએમ મોદી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્વ. સુષમા સ્વરાજના પુત્રીએ ગદગદિત થતાં પીએમ મોદી અને પાર્ટીનો આભાર માન્યો હતો.