મોડાસાની પીડિતાના મોત મામલે મોટા સમાચાર, PI N K રબારીની બદલી

મોડાસાની પીડિતાના મોત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. મોડાસાની પીડિતાના મોત મામલે વિવાદમાં સપડાયેલા મોડાસા ટાઉન પીઆઇ એન કે રબારીની બદલી કરવામાં આવી છે. ઇસરી પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. યુવતીના મોત મામલે બેદરકારીના આક્ષેપ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. યુવતીના પરિવારે પોલીસ અધિકારી પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. ત્રણ આરોપીની કાયદેસરની ધરપકડ કરાઈ છે. મોડાસા પોલીસે ધરપકડ કરી હતી. બિમલ ભરવાડ, દર્શન ભરવાડ, જીગર પરમારની ધરપકડ કરવામાં આવી હતી. સતીશ ભરવાડ નામનો આરોપી હાલ પણ ફરાર છે. પોલીસે એક આરોપીને પકડવા બે ટિમો બનાવી છે.

Trending news