પરમ પૂજ્ય મહંત સ્વામીનું દૂબઇમાં કરાયું સ્વાગત
દુબઇમાં શેખ નાહન મુબારક અલ નાહ્યાનએ BAPS સંસ્થાના આધ્યાત્મિક પ્રમુખ મહંતસ્વામીનું સ્વાગત કર્યુ. શેખ નાહને મહંત સ્વામીનું એરપોર્ટ પર ગળે ભેટીને ઉષ્માભેર સ્વાગત કર્યુ. અબુધાબીમાં પહેલું હિન્દુ મંદિર બનશે. 20 એપ્રિલે મંદિરનું શિલાન્યાસ કરવામાં આવશે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દુનિયાભરમાં આવેલા 1200થી વધુ મંદિરો અને આધ્યાત્મિકતાના 4200 કેન્દ્રોના આધ્યાત્મિક પ્રમુખ છે. મહંત સ્વામી અબુધાબીમાં નિર્માણ થનારા હિન્દુ મંદિર માટે પ્રેરણાસ્ત્રોક છે. તો મહંત સ્વામીએ યુએઇના શાસકો અને સાથે સાથે દેશના તમામ લોકોના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પ્રાથના કરી.