પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો DyCMને પત્ર

પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે નાયબ મુખ્ય મંત્રીને પત્ર લખ્યો હતો. પાટણ નવજીવન ચાર રસ્તા પર નવીન ઓવર બ્રિજ અંદાજે 27 કરોડના ખર્ચે મંજુર થયો છે. બ્રિજના કામમાં 10% રોડનું કામ હોવા છતાં કોન્ટ્રાકટરને ફાયદો થાય તેવી ગેરરીતિ કરાઈ હોવાનો ઉલ્લેખ કરાયો હતો. બ્રિજ કેટેગરીમાં આવતું હોવા છતાં ઇરાદા પૂર્વક રોડ કેટેગરીમાં રાખવામાં આવતા બ્રિજ કેટેગરીમાં રાખવા આદેશ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.

Trending news