કોરોના વાયરસ મામલે આરોગ્ય કમિશ્નર જયંતિ રવિનું નિવેદન, જાણો શું કહ્યું...
ગાંધીનગર: કોરોના વાયરસ પર રાજ્ય આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભારત સરકાર સાથે વાતચીત કરવામાં આવી છે. આપણા ત્યાં આવો કોઈ કેસ નથી પણ નેપાળમાં એક કેસ સામે આવ્યો છે. તેના કારણે બોર્ડર વિસ્તારમાં સીલ કરવામાં આવી રહ્યા છે. ગુજરાત સંપુર્ણ તૈયારીમાં છે. મેડિકલ કોલેજમાં તાલીમ આપવામાં આવી રહી છે. આ વાયરસ માટે કોઈ એન્ટીબાયોટીક દવા નથી. મહેસુલ વિભાગના કંટ્રોલમાં આ માટેનો કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. બે ડોકટરને નિમણૂક કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.